વાંકલ બજારમાંથી ચોરો બેગ ઉઠાવી ગયા, જોકે બેગ ખાલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ ગામે શુક્રવારી હાટ બજારમાં ચોરી કરવા પેધા પડેલી એક ચીટર ગેંગ વાંકલ બજારમાં એક મેડિકલ સ્ટોરને નિશાન બનાવી દિન દહાદે બેગની ઉથાંતરી કરી હતી. પરંતુ સદ્દ નસીબે વેપારીએ બેગ માં પૈસા મુકેલા ન હોવાથી ચોરી ચોર ટોળકીનો ફેરો ફોગટ બન્યો તો. આ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વાંકલ ગામે છેલ્લા ઘણા સમયથી શુક્રવારના હાટ બજારમાં બહારથી ચોર ટોળકી આવી રહી છે. અને નાની મોટી ચોરી અવાર નવાર કરે છે. પરંતુ પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. જેના કારણે ચોર ટોળકીને મોકળુ મેદાન મળી રહ્યું છે. બે માસ અગાઉ આ ટોળકી ચોરી કરવાના ઈરાદે એક મેડિકલ સ્ટોરમાં આવી હતી. તેમજ બજારમાંથી નાની ચોરી કરી ગઈ હતી. જેથી આજે ફરી શુક્રવારના હાટ બજારમાં ચોર કરવા આ ટોળકી આવી હતી, અને મુખ્ય બજારમાં આવેલ શ્રીજી મેડિકલ સ્ટોર્સમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

...અનુસંધાન પાના નં. 2

ધોળે દિવસે મેડિકલ સ્ટોરમાં થયેલી ચોરી

અન્ય સમાચારો પણ છે...