તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા સુગરમાં પાઇપની ચોરી કરીને જતાં ચોરને પકડી પડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર ખાતે આવેલી ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે ગત રોજ એક ઈસમ ધોળા દિવસે સ્ટોરરૂમ નજીક આવેલા વિસ્તારમાં પહોંચી એક પાઇપ ઉંચકી જઈ ચોરી કરી રહયો હતો. જે અંગે વોચમેનને નજરે પડતા તાત્કાલિક ચોરને ઝડપી પાડી તેની પાસે 8000ની કિંમત નો પાઇપ કબ્જે લઇ તેને વ્યારા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. અને તેના વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

ઘટના અંગે પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્યારા નગર ખાતે આવેલી ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળીમાં ભુતકાળમાં કરોડોની ચોરી થઇ હતી. જે અંગે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સુગરમાં ચોરી થવી સામાન્ય ઘટના બની ગઈ છે.

અવાર નવાર ચોરીઓ થતી જ રહે છે. ગતરોજ મંડળીના સ્ટોર રૂમ નજીક એક ઈસમ સીઆઈ ડિટેન્સ નો પાઇપ જેની કિંમત 8000 હતી તે ચોરી કરી જઈ રહ્યા હતો. જે વોચમનેનને નજરે પડી જતા તેની ઝડપી પાડી તેને વ્યારા પોલીસ ને સોંપી દીધો હતો. પોલીસ દ્વારા આરોપી ની પૂછતાછ કરતા તેનું નામ મણિલાલ નાગજીભાઈ ચૌધરી ( ખુશાલપુર વ્યારા ) હોવાનું જણાવ્યું હતું તેની અટક કરી ચોરી ની ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઇ સંજયભાઈ મધુકરે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...