સરીગામમાં પ્રદૂષિત મુદ્દે વિઝીલન્સની ટીમ તપાસે આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીગામ જીઆઇડીસીની કેમિકલ ઝોનમાંથી પસાર થતી કેનાલમાં પ્રદૂષિત પાણી વહેતા ખેડૂતોમાં ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નહેરના પાણી વહેતા બંધ થતા પ્રદૂષિત પાણી દેખાતા જીપીસીબીની વિજીલન્સ ટીમ સરીગામ દોડી આવી હતી.

સરીગામ જીઆઇડીસીમાંથી પસાર થતી કેનાલમાં શુક્રવારના રોજ પીળાશ પડતા કેમિકલ યુક્ત પાણી વહેતા ખેડૂતોમાં ફરી ફડફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ખેડૂતો દ્વારા નહેર વિભાગ તથા જીપીસીબીને ફરિયાદ સેમ્પલો લીધા હતા. જોકે શુક્રવારે કેનાલમાં કેમિકલ યુક્ત પાણી દેખાતા જીપીસીબીની વિજિલન્સ ટીમ પણ સરીગામ દોડી આવી નહેરનો સર્વે કર્યો હતો. વિજિલન્સ ટીમે પ્રદુષિત પાણી નો છેડો શોધવા આજુબાજુ આવેલી કેમીકલ કંપનીની વિઝીટ લીધી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...