તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામ પટેલ ફળિયામાં ગંદા પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ પટેલ ફળિયા વિસ્તારમાં વરસાદી ગટરમાં આવતું ગંદુ પાણી ગટરમાં ઉભરાઈને બહાર રસ્તા ઉપર આવતા આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટવાની દહેશત વ્યાપી રહી છે. ઘણા સમયથી ઉદભવેલી આ સમસ્યા બાબતે પંચાયતમાં અનેક વખત જાણ કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

ખેરગામ ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ખર્ચે બનાવવામાં આવેલી ગટરમાં કેટલીક જગ્યાએ ઘર વપરાશનું ગંદુ પાણી છોડવામાં આવતા લોકોએ ઘણી હાલાકી વેઠવી પડે છે. પટેલ ફળિયા વિસ્તારમાં ગંદુ પાણી ગટરમાં ઘેરાઈને રસ્તા ઉપર આવી રહ્યું છે.જેના કારણે આ વિસ્તારમાં ગંદકી થતા મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. સ્થાનિક રહીશોની અનેકવાર રજૂઆત કરવા છતાં ગંદા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન થતા રોગચાળો ફાટવાની દહેશત પ્રવર્તી રહી છે. પટેલ ફળિયા વિસ્તારમાં આ સમસ્યા ઘણા વર્ષથી છે. અન્ય વિસ્તારમાંથી આવતી વરસાદી ગટર પટેલ ફળિયાના મુખ્ય માર્ગ પાસે આવે છે, જ્યાંથી પાણી આગળ જવાની કોઈ વ્યવસ્થા જ નથી, જેના કારણે રસ્તા પાસે બધું ગંદુ પાણી ભેગું થતા ત્યાં ગંદકીનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે.બેથી ત્રણ સરપંચો બદલાયા પરંતુ લોકોની આ સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં કોઈ કામગીરી ન થતા સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

ગટરમાંથી ઉભરાઈને બહાર આવી રહેલું ગંદુ પાણી.

લોકોનું આરોગ્ય જોખમાય તે પહેલાં ઉકેલ જરૂરી
ગટરનું પાણી જ્યાં ભેગું થાય છે ત્યાં બાજુમાં જ સાંઈબાબાનું મંદિર આવેલું છે, તેમજ આજુબાજુમાં ઘરો આવેલા છે. ગટરમાં આવતું પાણી દુર્ગંધ મારતું હોય અને અંદર જતા રસ્તા ઉપર ઉભરાઈ રહ્યું છે, લોકોનું આરોગ્ય જોખમાય તે પહેલાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. સ્થાનિક રહીશ

આજે જ નિરીક્ષણ કર્યું, ઉકેલ માટે સભામાં ચર્ચા કરીશું
આજે જ પટેલ ફળિયા વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી બાબતે અમે સ્થળ નિરીક્ષણ કરવા ગયા હતા.ખરેખર અહીં પાણીના નિકાલની વ્યવસ્થા જરૂરી છે, જેના માટે પંચાયતની સામાન્ય સભામાં આ પ્રશ્નને અગ્રીમતા આપી સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવશે. કાર્તિક પટેલ,ઇ.સરપંચ,ખેરગામ.

અન્ય સમાચારો પણ છે...