છાત્રોએ કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી

Olpad News - the students visited cold storage 081551

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:15 AM IST
કીમ | ઓલપાડના બોલાવ ગામે આવેલ આર્યમ શાળાના વિદ્યાર્થીઓએ કુંવારદા ખાતે આવેલ કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી હતી. શાળાના 11 કોમર્સના 50થી વધુ વિદ્યાર્થીઓએ ધંધાકીય સેવાઓ તેમજ વખારના વિવિધ પ્રકારોની જાણકારીના ભાગરૂપે પ્રેક્ટીકલ શિક્ષણ સ્થળ પર જઈ મેળવ્યું હતું. કોસંબાના કુંવારદા પાસે આવેલ 4 વીંઘામાં આવેલ અને 12 કરોડના ખર્ચે બનેલ કોલ્ડ સ્ટોરેજની મુલાકાત લીધી હતી. જેમાં કઈ કઈ ચીજ વસ્તુઓ કેટલા સમયથી, કેટલા ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે, એની વિગત વિદ્યાર્થીઓએ મેળવી હતી. વાલ, ચણા જેવા કઠોળ, સૂકામેવા, ગોળ સહિત અન્ય ચીજોનું કોલ્ડ સ્ટોરેજ અંગે માહિતી મેળવી હતી.

X
Olpad News - the students visited cold storage 081551
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી