તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડિયાની કંપનીને GPCBમાં રૂા. 50 લાખ જમા કરાવવા NGTનો આદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જિલ્લાના કડોદરાની ખાડીમાં ગેરકાયદે ઝેરી કેમિકલનું ટેન્કર ઠાલવતા બે વ્યક્તિઓના મૃત્યુ થવાના કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે(NGT)એ મહત્વનો ચુકાદો આપ્યો છે. NGT ઉત્પાદક કંપની તથા ટ્રાન્સપોર્ટર બંનેને જીપીસીબીમાં રૂપિયા 50 લાખ જમા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે કંપની સાત દિવસમાં ચાલુ કરવા મંજૂરી આપનાર જીપીસીબીના અધિકારીઓ સામે પણ શિસ્તભંગના પગલાં ભરવા મુખ્ય સચિવને આદેશ કર્યો છે.

સુરત નજીકની કડોદરા ખાડીમાં આઠ મહિના અગાઉ ટેન્કર દ્વારા ગેરકાયદે ઝેરી કેમિકલ ઠાલવતી વખતે બે વ્યક્તિ ભરત મેઘા સાથિયા રહે. સચિન અને ભગવાન રેવા ભરવાડ રહે. ચલથાણનાં મોત થયા હતા. તપાસમાં આ ઝેરી કેમિકલ વેસ્ટ ઝઘડિયા જીઆઇડીસીની પ્રહરીત પીગ્મેન્ટ એલએલપી કંપનીમાંથી ગેરકાયદે લાવી ઠલવાયું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે કડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગે પર્યાવરણવાદી એમ.એસ.શેખે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તથા નેશનલ ટ્રીબ્યુનલ (એનજીટી)માં ફરિયાદ કરતા સુઓમોટો અરજી દાખલ કરી હતી. એનજીટીમાં તા 26 સપ્ટેમ્બર, 2019ના રોજ થયેલી સુનાવણી બાદ મહત્વનો હુકમ સંભળાવાયો હતો. જેમાં કેમિકલ વેસ્ટ જ્યાંથી લાવવામાં આવ્યું હતું તે ...અનુસંધાન પાના નં.2



ઝઘડિયા જીઆઇડીસીની પ્રહરીત પીગ્મેન્ટ એલએલપી તેમજ ટ્રાન્સપોર્ટરને રૂપિયા 50 લાખ વચગાળાના વળતર તરીકે જીપીસીબીમાં જમા કરાવવા આદેશ આપ્યો છે.

આ પ્રકણમાં બે વયક્તિઓના મૃત્યુ થવા છતાં જીપીસીબી દ્વારા કંપનીને માત્ર સાત જ દિવસમાં ફરી શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. આટલી ગંભીર ઘટના બનવા છતાં પ્રહરીત પીગ્મેન્ટ એલએલપીને સાત દિવસમાં ચાલુ કરવાની મંજૂરી આપનાર જીપીસીબીના અધિકારીઓ સામે પણ કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે. જેથી વળતર કે પર્યાવરણને નુકસાન અંગે કોઈ કાર્યવાહી નહિ કરવા બદલ જીપીસીબીના જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા ગુજરાતના મુખ્ય સચિવને આદેશ કરાયો છે. ચુકાદો આપતી વેળા જિલ્લા કલેક્ટર, કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડની ટીમનો સંયુક્ત તપાસના એક્સન ટેકન રિપોર્ટને ધ્યાને લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...