તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચલથાણમાં સ્વામિ અયપ્પાની શોભાયાત્રામાં દક્ષિણ ભારતની સંસ્કૃતિ ઝળકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પલસાણા | ચલથાણ ગામે કેરળ વાસીઓ દ્વારા 27મી અયપ્પાપૂજનનું આયોજન કરી કડોદરા નગર થી લઈને ચલથાણના મહાદેવના મંદિર સુધી શોભાયાત્રા કાઢી હતી જેમાં હજારોની સંખ્યામાં કેરળ વાસીઓ સહિત ગુજરાતીઓ પણ શ્રધ્ધાભેર જોડાયા હતા શોભાયાત્રામાં કેરાલાના 80થી વધુ કલાકારો પરંપરાગત વાદન, વિવિધ કૃતિઓ રજૂ કરી દક્ષિણ ભારતની કલાના કામણ પાથર્યા હતા. 100 થી વધુ મહિલાઓએ હાથમાં દિવડો લઈને ચાલી હતી જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ શોભાયાત્રા માં જેની સાથે કેરલા થી ખાસ આવેલી મંડળીઓએ પણ રંગત જમાવી હતી.આ ઉત્સવ મકરસંક્રાંતિ સુધી ચાલશે જેમાં રોજેરોજ પૂજા થાય છે.

અંગારા પર ચાલ્યા
શોભાયાત્રા ની અંતે એક અત્યંત અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં એક વેશભુજા ધારણ કરીલ વ્યક્તિએ સળગતા અંગારા ઉપર કૂદતાં જોવા મળ્યા હતા કહેવાય છે કે ભગવાન કાર્તિકેય અયપ્પાના ત્રણ થી ચાર દિવસ સુધીના ઉપવાસના બાદ આંગરા ઉપર ચાલવાની પ્રબળ શક્તિઓ મળે છે જેને કનલાટમ કહેવાય છે. જે એક પ્રકારે શ્રદ્ધાનો જ ભાગ છે જેથી તેઓ ભગવાનના આશીર્વાદ રૂપે આ અંગારા ઉપર શ્રદ્ધાથી ચાલી જતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો