નાંદીડા ધાડની ઘટનાની રાત્રે ચોરાયેલી બોલેરો પિકઅપ સચિનથી મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાંદિડા ખાતે બાલાજી એગ્રોમાં ધાડની ઘનટા બની હતી, એજ રાત્રે નજીકની સોડા ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી બોલેરો પિક્પ પણ ચોરી થઈ હતી. પિકઅપ મંગળવારે સચીન જીઆઈડીસીમાંથી બિનવારસી મળી આવી છે. 11 દિવસથી બિનવારસી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. જોકે, ધાડની ઘટના સંબંધી કોઈ પુરાવા મળ્યા ન હોવાનું પોલીસ જણાવે છે. પોલીસના જણાવ્યા મુજબ નાંદિડા ગામે બાલાજી એગ્રોમાં 31મી જાન્યુઆરીના મધ્યરાત્રિએ 1.14 લાખની ધાડ પાડી હતી. એજ રાત્રિ દરમિયાન ગામમાં મોટા બાવા મંદિર પાસે રણુજા સોડા ફેક્ટરીમાં ચેતનભાઈ કાપડીની બોલેરો ( GJ-19N-0639) ચોરાઈ હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી તાપસ શરૂ કરી હતી. પોલીસને ધાડપાડુઓ પિકઅપ ચોરી ગયા હોવાની શંકા હતી. પરંતુ આબોલેરો પિકઅપ સચીન જીઆઈડીસી વિસ્તારમાં શ્રીનાથ નગર સોસાયટી નજીક ખુલ્લામાં છેલ્લા 11 દિવસથી પડી હોવાની પોલીસને જાણ થતાં બોલેરોનો કબજો લીધો છે. જોકે, ધાડની ઘટના સંબંધિત પોલીસને આમાથી પુરાવા મળ્યા નથી. આ સ્થળે ઘણી ગાડીઓ બિનવારસી હાલતમાં પડી છે, જેથી ચોરી કર્યા બાદ ઘટનાને અંજામ આપી અહી છોડી જવાની અટકળો છે.

પિકઅપમાં ધાડ સંબંધી કોઈ પુરાવા મળ્યા નથી

અન્ય સમાચારો પણ છે...