તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રઝળતી રખાયેલી સરદારની પ્રતિમાને સન્માન મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી તાલુકા પંચાયતના ખૂણામાં ધૂળ ખાતી હાલતમાં રખાયેલી સરદાર પટેલની પ્રતિમા બાબતે પ્રતિમાની ગરિમા ન જળવાતી હોવાથી દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કરતાં જ પંચાયત વહીવટી તંત્રે તાત્કાલિક સરદાર પટેલની પ્રતિમાની સાફ સફાઈ કરાવી પંચાયત પ્રમુખની ચેમ્બરની સામેના પેસેજમાં વચ્ચે મૂકી હતી. પરંતુ યોગ્ય જગ્યાએ પ્રતિમાને મૂકવાનું વિચારી આખરે બારડોલી તાલુકા પંચાયત દ્વારા સરદાર મ્યુઝિયમ બારડોલી ખાતે આ પ્રતિમા મૂકવાનું નક્કી કરી આ બાબતે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી છે.

સ્ટેચ્યું ઓફ યુનિટી ના અનાવરણ વખતે સુરત જિલ્લા ભરમાં એકતા રથ યાત્રા કાઢવામાં આવી હતી આ રથ યાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા બનાવીને મૂકવામાં આવી હતી. અને જિલ્લાના ગામે ગામ આ રથ ફેરવી લોકોએ સરદાર સાહેબની પ્રતિમાને આવકારી સન્માન કર્યું હતું પરંતુ આ યાત્રા પૂર્ણ થયા બાદ સરદાર સાહેબની આ પ્રતિમાને તાલુકા પંચાત બારડોલીના એક ખૂણામાં રઝડતી ધૂળ ખાતી હાલતમાં મૂકી દેવાતા તાલુકાનાં સરદાર પ્રેમીઓની લાગણી દુભાતી હતી જે બાબતે દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કરતાં આખરે તાલુકા પંચાયતના સત્તાધીશોએ આ પ્રતિમાને બારડોલી સરદાર મ્યુઝિયમમાં મૂકવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો છે. અને મુર્તિ મ્યુઝિયમમાં મૂકવા માટેનો ખર્ચ પણ બારડોલી તાલુકા પંચાયત ઉઠાવશે પંચાયતના આ નિર્ણયથી સરદાર પ્રેમીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે.

બારડોલી તાલુકાના પંચાયતમાં મુકાયેલી સરદાર સાહેબની પ્રતિમાને મ્યુઝીયમમાં મુકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો