તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવાગામમાં અષ્ટવિનાયક મંદિરની દાનપેટી તોડી તસ્કરો રોકડ ચોરી ગયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિરિમથક સાપુતારાના નવાગામ સ્થિત આવેલા અષ્ટવિનાયક મંદિરમાં શુક્રવારે રાત્રિના અરસામાં તસ્કરોએ દાનપેટી તોડી દાનમાં પૈસા ચોરી કરી જતા ચકચાર મચી ગઈ છે. નવાગામ સ્થિત આવેલા અષ્ટવિનાયક મંદિરમાં શુક્રવારે રાત્રિના અરસામાં ચોરીનો મનસૂબો પાર પાડવા તસ્કરોએ સૌ પ્રથમ મંદિરમાં લગાવેલી સીસી કેમેરાની તોડફોડ નાંખી હતી. તસ્કરોએ મંદિરની દાનપેટી તોડી રોકડ ચોરી ગયા હતા. શનિવારે સવારે મંદિરના ટ્રસ્ટીઓ પુજાવિધિ માટે મંદિરે જતા તોડફોડ અને સામાન અસ્તવ્યસ્ત જોતા સાપુતારા પોલીસ મથકે જાણ કરી હતી. સાપુતારા પોલીસમાં ટ્રસ્ટીઓએ ફરિયાદ આપી હતી.

તસ્કરોએ નિશાન બનાવેલું અષ્ટવિનાયક મંદિર.

અન્ય સમાચારો પણ છે...