તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેમ્પો લઈને આવેલા તસ્કરો સવા 3 ટનના લોખંડના સળિયા ભરી ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામની સીમમાં આવેલા મહાકાળી એન્કલેવ કોમ્લેક્ષમાંથી લોખંડની સળિયાની રાત્રિના સમયે ચોરી થઈ હતી. આ બાબતની જાણ સવારે થતાં ચોકીદારે પોલીસ મથકે રૂપિયા 1.24 લાખના સળિાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કેવડિયાના ગરુડેશ્વર ગામમાં હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને હોટેલો સહિત અનેક પ્રોજેક્ટના નિર્માણની કામગીરી ચાલી રહી છે. મહાકાળી એન્કલેવ ખાતે બાંધકામ માટે વિવિધ સામગ્રી આવી રહી છે. અહીં અદિવાસી મ્યુઝિયમ અને બીજા સરકારી પ્રોજેક્ટોનું કામ ચાલી રહ્યું છે. જેનો કિંમતી સમાન બહાર પડ્યો રહે છે. આ સામન ઉપર તસ્કરોની નજર બગડતાં ઠંડી અને રાત્રિનો લાભ લઈ ચોરીને અંજામ આપી રહ્યા છે. દરમિયાન ગત રોજ ગરુડેશ્વર ગામની સીમમાં આવેલા મહાકાળી એન્કલેવની પાછળથી રાત્રિના સમયે ત્રણેક વાગે અજાણ્યો આઇસર ટેમ્પો આવ્યો હતો. બાદમાં મહાકાળી મંદિરની પાછળ મૂકેલા લોખંડના સવા ત્રણ ટન વજનના સળિયા લઈને પલાયન થઈ ગયો હતો. આ સળિયાની કિંમત અંદાજે

...અનુસંધાન પાના નં.2

રૂપિયા 1.24 લાખની હતી. સવારે ચોકીદારને ચોરી થયાની જાણ થતાં ચોકીદાર પરસોત્તમ નાગજી તડવીએ ગરુડેશ્વર પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો