તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાણીખૂંટનો બુલેટ ચાલક કાર સાથે ભટકાતા 5ને ઇજા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેત્રંગ ડેડીયાપાડા રોડ પર કૂપ-રમણપરા ગામ વચ્ચે શ્રદ્ધાળુઓની તવેરા કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બુલેટ ચાલક આગળના વાહનને ઓવરટેઈક કરવા જતાં સામથી આવતી તવેરા સાથે ભટકાતાં યુવાનો ઉછળીને તાવેરાના કાચ પર પડ્યા હતા. જ્યારે તવેરામાં સવાર પાંચ જેટલા ભક્તોને પણ સામાન્ય ઈજાઓ થઇ હતી.

નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ ગામનો યુવાન જીગ્નેશ રામસિંગ વસાવા સુરતના કિમ ખાતે નોકરી કરે છે. તેના ભાઈના લગ્ન હોવાથી બુલેટ લઈ ઘરે આવી રહ્યો હતો. તે નેત્રંગના રમણપુરા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો. સામે ડેડિયાપાડા તરફથી દેવમોગરાથી દર્શન કરી તવેરા કારમાં આવી રહેલા ડોલવણ ગામના શ્રદ્ધાળુઓ આવી રહ્યા હતા. જીજ્ઞેશ વસાવા તેની આગળ ચાલતા વાહનને ઓવરટેઈક કરવા જતાં સામેથી આવતી શ્રદ્ધાળુઓની તવેરા સાથે ભટકાયો હતો. સદનશીબે તેનો આબાદ બચાવ થયો હતો. તેને સારવાર અર્થે પ્રથમ નેત્રંગ અને ત્યારબાદ અંકલેશ્વર ખાતે વધુ સારવાર માટે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...