તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા નગરમાં વધતી ચોરીને લઇ રહીશોમાં ભયનો માહોલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર ખાતે છેલ્લા કેટલાય સમયથી રાત્રી દરમિયાન મોટરસાઈકલ ચોરી કરતા તસ્કરો દ્વારા પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.ગત ફેબ્રુઆરી માસમાં વ્યારાના મરાઠાવાડમાં એકે કોમ્પ્લેક્સમાં પાર્ક કરેલી બે યુનિકોર્ન મોટરસાયકલ જેની કિંમત 85,000ની ચોરી થઇ હતી. જે અંગે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વ્યારામાં ચાલુ માસે પણ મોટરસાયક્લ ચોરીના બનાવો તેમજ ઘરફોડના બનવો વધી જતા નગરમાં ભયનો માહોલ છવાયો છે.

વ્યારામાં ઘર ફોડ અને મોટરસાઈકલ ચોરીના ગુના વધી રહી છે. વ્યારા નગરજનોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે. વ્યારા ખાતે મરાઠાવાડમાં પટેલ કોમ્પ્લેક્સ આવેલું છે જેમાં રહેતા અબ્દુલભાઇ ગફારભાઈ શેખ દ્વારા ગત 27 ફેબ્રુઆરીના રોજ પર્કિંગમાં યુનિકોર્ન ગાડી નં (GJ- 26 F- 9444) પાર્ક કરી હતી. જેની સાથે આ કોમ્પ્લેક્સમાં રહેતા મોહમ્મદ રિયાઝ અયુબભાઈ કુરેશી દ્વારા ગત 27મી ફેબ્રુઆરીના રાત્રે પાર્કિંગમાં યુનિકોર્ન ગાડી નં (GJ-05AF) પાર્ક કરી હતી. જે રાત્રે તસ્કરો દ્વારા આવી બંને યુનિકોર્ન મોટરસાયકલ ચોરી કરી ભાગી ગયા હતા. જે અંગે આજરોજ વ્યારા પોલીસ મથકે એક યુનિકોર્ન 35000 અને એક યુનિકોર્ન 50000 કિંમત મળી કુલ્લે 85000 ની મોટરસાયકલ ચોરીની ફરિયાદ અબ્દુલ શેખે નોંધવતા વ્યારા પોસઈ એસજીપરમારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...