તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંઠા સુગર 3.25 લાખ મે.ટન શેરડી પિલાણ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના સરસ મુકામે આવેલ કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની 12મી વાર્ષિક સાધારણ સભા સુગરના ચેરમેન કિરીટ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાતા સભામાં એજન્ડા મુજબના તમામ કામોને સર્વાનુમતે મંજુરી આપવામાં આવી હતી. તેમણે સભાસદોને જણાવ્યું કે સંસ્થાને રાજ્ય સરકાર તરફથી મંજુર કરેલ શેરફાળાની રકમ અગાઉના વર્ષમાં રૂ.11.50 કરોડ મળી ગઇ હતી.પરંતુ બાકીના શેરફાળાની રકમ રૂ.13.50 કરોડ મેળવવા સંસ્થાના ડિરેક્ટર અને ધારાસભ્ય મુકેશ પટેલ સહિત રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલના પ્રયાસો થકી આપણે સંપૂર્ણ શેરફાળો મંજુર કરાવી શક્યા છે.

સુગરના ચેરમેન કિરીટ પટેલે વધુ જણાવ્યું હતું કે 2500 મે.ટન પિલાણ ક્ષમતાવાળી સુગરે સનેઃ 2018-19 ની પિલાણ સિઝનમાં 3.45 લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી 9.91 ટકા રિકવરી સાથે 3.44 લાખ ક્વીન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું.જ્યારે આપણી નવી સંસ્થાની લોનનું વ્યાજખાધ તથા ખુબ લાંબા અંતરના શેરડી વાહુતક, સુગર મીલ વહેલી બંધ થવા ઉપરાંત વધુ રિકવરી આપતી શેરડીની જાતો માર્ચ માસમાં ન મળતી હોવાના કારણે અન્ય સુગરોની સરખામણીમાં આપણી સંસ્થા ખેડૂતોને વધુ ભાવ ચુકવી શકી નથી. તેમણે વધુ જણાવ્યું કે ભારત સરકારે સુગરને ઇથેનોલ અને ડિસ્ટીલરી પ્રોજેક્ટનો પરવાનો આપેલ હોવાથી સરકારની વ્યાજ સહાય ટર્મ લોન મેળવ્યા બાદ બંને પ્રોજેક્ટનું કામ શરૂ કરાશે.જ્યારે સંસ્થાએ એનસીડીસી, ન્યુ દિલ્હી પાસે લીધેલ રૂ.22.39 કરોડની લોન પૈકી રૂ.9.88 કરોડની લોન ભરપાઇ કરવામાં આવેલ છે.તેમણે જણાવ્યું કે ચાલુ પિલાણ સિઝનમાં સુગર પાસે 13,432 એકર શેરડીનો પુરવઠો હોવાથી સંસ્થા 3.25 લાખ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક સિધ્ધ કરવા કટીબધ્ધ છે. આ સભામાં સુગર ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ સોલંકી, નટુભાઇ પટેલ, રમેશ પટેલ, કાંતિ પટેલ, એમ.ડી.પ્રદીપ પંડ્યા, વહીવટી અધિકારી અરવિંદ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ સોની વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...