તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટ હુકમનો ભંગ કરનાર મારામારીના આરોપીની અટક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોપરલી રોડ પર રહેતા અબ્દુલ અતિઉલ્લા મન્સુરી 30 ઓગષ્ટ 2018ના રોજ ધંધાર્થે ડુંગરી ફળિયામાં મિત્રના ગોડાઉન ઉપર ગયા હતા. જ્યાંથી પરત બાઇક પર આવતી વખતે 100 શેડ એરીયામાં પહોંચતા થોડા દૂરી પર શબ્બુ ઉર્ફે શબ્બીર અનીસ મલીક તથા તેનો ભાઇ કાર સાથે હાથમાં લોખંડના સળીયા લઇ ઉભા હતા. તેમજ તેમની સાથે સ્કોર્પિયો કારમાંથી બે ઇસમ લોખંડના સળીયા લઇ ઉતરતા જોઇ ગભરાઇને અબ્દુલ બાઇકને યુટર્ન મારી ભાગતી વખતે ટ્રાફિકમાં ફસાઇ ગયો હતો. તે સમયે ચારેય ઇસમો તેની પાછળ દોડી આવી હાથમાં સળિયા લઇ અબ્દુલને માથામાં અને બંને પગ તથા શરીરના ભાગે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ હાઇકોર્ટમાં ચાલી રહી છે. કોર્ટ અનુસાર જ્યાં સુધી ચાર્જશીટ ન થાય ત્યાં સુધી આ કેસના આરોપીઓ વાપી વિસ્તારમાં જઇ નહીં શકે. રવિવારે આરોપી શબુ ઉર્ફે શબ્બીર અનીસ મલિક વાપીમાં દેખાતા પોલીસે સીઆરપીસી કલમ 110 ઇજી મુજબ તેની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો