તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલવાસનો વિદ્યાર્થી સોશ્યિલ મીડિયા થકી દેશ વિરોધીઓના સંપર્કમાં આવ્યો હતો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેલવાસથી ગુમ વિદ્યાર્થીના નોટબુકમાંથી વિવિધ દેશ વિરોધી સંગઠનો પ્રત્યે લાગણીની નોંધ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જે 10 દિવસ બાદ ગોરખપુરથી મળી આવતા સ્થાનિક પોલીસ તેને પરત લઇ આવી પૂછપરછ હાથ ધરી છે. વિદ્યાર્થી પહેલા સોશ્યિલ મિડીયા થકી દેશ વિરોધીઓના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. જે બાદ તેણે સોશ્યિલ મીડિયા પર વિધર્મીના નામે અલગ અલગ આઇડી બનાવ્યા હતા. વિદ્યાર્થી ગોરખપુરથી નેપાળ થઇ પાકિસ્તાન જવાની તૈયારીમાં હોવાની પણ માહિતી મળી રહી છે.

સંઘપ્રદેશ સેલવાસના એક વિસ્તારમાં રહેતો અને ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી 29મી ફેબ્રુઆરીના રોજ કોચિંગ ક્લાસ પરથી છૂટ્યા બાદ ક્યાંક ચાલી જતા તેના પિતાએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં વિદ્યાર્થીનું લોકેશન નડીયાદ બાદ અજમેરમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ એની સ્કૂલના એક વિદ્યાર્થીએ તેને સેલવાસમાં જોયો હોવાનું જાણવા મળ્યું હતું. તે દરમિયાન વિદ્યાર્થીના નોટબુકમાં ઇસ્લામિક દેશો સાથે જોડાયેલા દેશ વિરોધી સંગઠનોના નામ અને પ્રવૃત્તિનો ઉલ્લેખ જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ વિદ્યાર્થી સોમવારે નેપાળ નજીક આવેલ ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશનથી મળી આવતા તેને પરત સેલવાસ લાવી પૂછપરછ હાથ ધરાઇ હતી. જેમાં તેણે ઘણી ચોંકાવનારી અને દેશ વિરોધી વાતો કર્યા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. આ વિદ્યાર્થી થોડા દિવસથી સોશ્યિલ મિડીયા ઉપર આતંકી સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો. જેમાં તેને અન્ય આઇડી બનાવવા જણાવાયું હતું. જેથી તેણે વિધર્મીના નામે 8થી વધુ ફેક આઇડી બનાવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. સમાચાર લખીએ ત્યાં સુધી સેલવાસ પોલીસે આ કેસમાં કોઇ માહિતી આપી નથી. જેથી સંપુર્ણ હકીકત પોલીસ જણાવે ત્યારબાદ જ બહાર આવી શકશે.

આતંકીઓ લોકોને ગોળી મારે તે જોવું તેને ખૂબ જ ગમતુ હતું

ગોરખપુરમાં વિધાઉટ ટિકિટ પકડાયો

ગુમ વિદ્યાર્થી નડીયાદથી પરત સેલવાસ આવ્યા બાદ ફરીવાર ટ્રેનમાં બેસી ગોરખપુર જવા નીકળ્યો હતો. ઉત્તરપ્રદેશના ગોરખપુર સ્ટેશને જ ટિકિટ ન હોવાથી તે પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. જે ગોરખપુરથી નેપાળ જઇ ફ્લાઇટથી પાકિસ્તાન જવાની તૈયારીમાં હતો તેમ સુત્રોએ જણાવ્યું હતું.

મોબાઇલ ફોરેન્સિકમાં મોકલાશે

વિદ્યાર્થીના નોટબુકમાંથી આતંકી સંગઠનો પ્રત્યે લાગણીની નોંધ મળતા આઇબીએ વિદ્યાર્થીની કડક પૂછપરછ હાથ ધરી છે. વિદ્યાર્થી સોશ્યલ મીડિયા તેમજ કયા સાઇટ ઉપર સૌથી વધારે એક્ટિવ રહેતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. કનેક્શન જાણવા તેના મોબાઇલને ચકાસણી માટે ફોરેન્સિકમાં મોકલાવાશે. મોબાઇલના ડેટા રિ-કવર કરીને પોલીસ તપાસની દિશા નક્કી કરશે. હાલમાં બાળકને પોલીસ ઓબ્ઝરમાં રખાયો છે.

ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું

ATS અને IBની સ્પેશ્યિલ ટીમ તપાસમાં

ભાસ્કરના અહેવાલ બાદ કેન્દ્રની અને રાજ્યોની એટીએસ આઈબી તેમજ પોલીસ વિભાગ ગંભીરતાથી તપાસમાં જોતરાય હતી સૂત્રો પાસે મળેલી માહિતી મુજબ માતા પિતાનો આ એકનો એક છોકરો છે જેના પર વાલીઓ દ્વારા અનેક બંધીસો રખાય રહી હતી જેને લઈ છોકરો કંટાળી ગયો હતો એની સાથે કાંઈક એવું કરું જેને લઈ મારુ નામ રોશન થાય એવી વિચાર ધારા સાથે છોકરાએ આ પગલું ઉચક્યું હોવાનું જાણવા મળી રહ્યું છે એ જોતા લાગી રહ્યું છેકે વાલીઓએ પોતાનું બાળક શુ કરી રહ્યું છે એ ધ્યાન આપવું અત્યંત જરૂરી બની ગયું છે સેલવાસ એસપી અને એસડીપીઓએ બાળક સાથે વાત કરી છે હજુ એ બાબતે દાનહ પોલીસ દ્વારા કોઈ ખુલાશો કરાયો નથી પણ ખોટા રાવળે ચડેલો આ છોકરાને સેલવાસ પોલીસ હેમખેમ પરત લાવી છે.

મોડી રાત સુધી વિદ્યાર્થીની પુછપરછ

નોટબુક થકી આતંકવાદીઓ સાથે સંપર્કની આશંકા રાખી સેલવાસ પોલીસ સહિત અન્ય એજન્સીઓ સેલવાસ ખાતે પહોંચી હતી. વિદ્યાર્થી તેમજ તેના માતા-પિતાને સાથે લઇ સઘન પુછરપછ હાથ ધરાઇ હતી. સેલવાસ એસપીથી આ કેસ અંગે સંપર્ક થઇ ન શકતા હાલ કોઇ ખુલાસો થઇ શક્યો નથી.

સુબહ કા ભૂલા શામ કો લૌટા| સંગઠનોના નામ અને અન્ય લખાણ લખી ચાલી ગયા બાદ નેપાળ થઇ પાકિસ્તાન જવા પૂર્વે બિહારથી મળ્યો

ખેલકૂદ- અભ્યાસમાં રસ રાખતો હતો

વિદ્યાર્થી મળી આવ્યા બાદ તેના પિતાએ પોલીસ નિવેદનમાં જણાવ્યું છે કે, પુત્રને ખેલકૂદમાં પહેલાથી બહુ ઇન્ટરેસ્ટ હતો. જેથી તે બિહારના એક વિસ્તારમાં સ્ટેડિયમ જોવા માટે ઘરથી નીકળી ગયો હતો.

ટેરરિઝ્મની સ્ટોરી જોતો હતો

સેલવાસનો આ વિદ્યાર્થી એક ચેનલ પર આવતી ટેરરિઝ્મની સ્ટોરી જોવામાં ખૂબ જ રસ લેતા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં આતંકીઓ લોકોને ગોળી મારે તે જોવું તેને ખૂબ જ ગમતુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો