તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળામાં પેપર તપાસવા જતી શિક્ષિકાના દાગીનાની ચીલઝડપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના કસક વિસ્તારમાં આવેલી પટેલ સોસાયટીમાં રહેતી શિક્ષિકાના દાગીના તફડાવી બે ગઠીયા ફરાર થઇ ગયાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉમલ્લાની શાળાની શિક્ષિકા વાલીયાના કોંઢ ગામે પેપર તપાસવા જવા માટે સોસાયટીના ગેટ પર વાહનની રાહ જોઇને ઉભી હતી ત્યારે આ ઘટના બની હતી. ગઠીયાઓએ તેમની પાસે આવી ચૂંટણીનો સમય છે તમારા દાગીના ઉતારી પર્સમાં મુકી દો તેમ કહી પર્સ હાથમાં લઇ તેમાંથી દાગીના લઇ ફરાર થઇ ગયાં હતાં.

ઉમલ્લા ખાતે આવેલ રાજશ્રી વિદ્યામંદિરમાં શિક્ષિકાની નૌકરી કરતા સુજા રાજા મંંગળવારે સવારે વાલીયાના કોંઢ ગામે આવેલ ચંદ્રબાલા મોદી એકેડેમીમાં પેપર તપાસવા જઇ રહયાં હતાં. તેઓ અન્ય ત્રણ શિક્ષિકાઓ સાથે પટેલ સોસાયટી આગળ વાહનની રાહ જોઇને ઊભા હતા .એ અરસામાં બે અધિકારી જેવા લાગતા યુવાનો આવી તમે આ ઘરેણાં પહેરીને ઇલેકશનના સમયમાં જાહેરમાં કેમ અહીં ઊભા છો આચાર સહિતાનો ભંગ થાય છે ...અનુસંધાન પાના નં.2

એટલે તમે આ સોનાના ઘરેણાં કાઢીને પર્સમાં મૂકી દો એમ કહેતા મહિલાએ તમે કોણ છો એમ કહેતા આ ઈસમે મહિલાને અમે ઇલેક્શન કમિશનમાંથી આવીએ છીએ અને અમારા સાહેબ સામે ઉભા છે તે તમને બોલાવે છે તેની સાથે તમે વાત કરી લો. એમ કહેતા મહિલાએ ગભરાઈને તેનો ત્રણ તોલાનો સોનાનો ચેન અને હાથમાં પહેરેલી દોઢ તોલાની બંગડી કાઢીને તેના નાના પર્સમાં મૂકી દીધી હતી. ત્યારબાદ પર્સની ચેઇન બંધ કરી આપવાના બહાને શિક્ષિકાની નજર ચૂકવીને તેમાંથી ચેન અને બંગડી કાઢી બંને યુવાનો ફરાર થઇ ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...