મહેસુલ વિભાગ દ્વારા રુદાના પટેલાદ ખાતે શિબિરનું આયોજન કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ | દાદરા નગર હવેલી પ્રસાશનના મહેસુલ વિભાગ ખાનવેલ તરફથી રુદાના પટેલાદના શેલટી પટેલપાડા પ્રાથમિક શાળા પરિસર ખાતે આરડીસી અને મામલતદારની ઉપસ્થિતિમા 15 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમ્યાન શિબિરનું આયોજન કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના પ્રમાણપત્રોની અરજીઓ, વરસાઇની પ્રક્રિયા, નકશા અને અન્ય મહેસુલ વિભાગને લાગતા વિષયો બાબતે અરજીઓ સ્વીકારવામા આવશે. આની સાથે અન્ય વિભાગને લગતી અરજીઓ પણ સ્વીકારવામા આવશે. રુદાના પટેલાદના જાહેર જનતાને અનુરોધ છે કે આ શિબિરનો લાભ લેવા વિનંતી કરવામા આવી છે. મોટી સંખ્યામાં લોકો લાભ લે તે માટે તંત્ર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...