તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલી પાલિકાના શાસકો, અધિકારી અને કન્સલ્ટન્ટ વચ્ચે સંકલનનો અભાવનું પરિણામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી નગરજનોના વિકાસ માટે પાલિકાના શાસકોના આયોજનમાં દીર્ઘ દ્રષ્ટીના કમી સ્પષ્ટ થઈ છે. બીજી તરફ પાલિકા વિકાસના કામો યોગ્ય આયોજન રીતે થઈ શકે તે માટે કન્સલ્ટન્ટ રાખી તગડી ફી આપી રહ્યાં છે. છતાં શાસકો અને કન્સલ્ટન્ટ વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ છે. તાજેતરમાં મીંઢોળા નદી પર લો લેવલ પુલની કામગીરી લગભગ અડધી પૂર્ણતાને આરે છે. ત્યારે ભાન થયું છે કે પુલની બંને તરફ ફૂટપાથ બનાવવાનું તો ડિઝાઈનમાં ઉલ્લેખ જ નથી. હવે બ્રહ્મજ્ઞાન આવતાં ફૂટપાથનો સમાવેશ કરવા મથામણ શરૂ થઈ છે. ત્યાર લોલેવલ પુલની કામગીરીમાં અડચણ ઊભી થઈ છે.

બારડોલી નગરપાલિકાએ તકડી ફી આપી કન્સલ્ટન્ટ રાખ્યો છે. જે નગરમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ અંગે જરૂરી ડિઝાઈનનો તૈયાર કરીને શાસકોને સાથે છે. પ્રોજેક્ટનું એસ્ટીમેન્ટથી લઈ કામગીરીની ગુણવત્તા ચકાસણી કરવાની જવાબદારી કન્સલ્ટન્ટ રાખતો હોય છે. બારડોલી નગરપાલિકાના મીંઢોળા નદી પારના વોર્ડના રહીશો વર્ષોથી હોડીથી અવર જવર કરતા હોવાથી મીંઢોળા નદી પર લો લેવલ પુલ નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું તું. કન્સલ્ટન્ટ દ્વારા લો લેવલ પુલની ડિઝાઈન ફાઈન માપ સાથે તૈયાર કરવામાં આવી હતી. કન્સલ્ટન્ટ અને શાસકોએ જે તે સમયે ડિઝાઈન અંગે વહીવટી મંજૂરી મેળવી ટેન્ડરિંગ કરી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. લગભગ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. લો લેવલ પુલની કામગીરી શરૂ થઈને તાજેતરમાં પાલિકાને ખ્યાલ આવ્યો છે કે લો લેવલ પુલની કામગીરીની ડિઝાઈનમાં બંને તરફ ફૂટપાથનો ઉલ્લેખ જ નથી. શાસકો અને કન્સલ્ટન્ટ વચ્ચે પુલ પર બંને તરફ ફૂટપાથ બનાવવા બાબતે મથામણ શરૂ કરી છે. ફૂટપાથ બનવાવામાં ખર્ચ વધી જાય, આવા સંજોગોમાં એજન્સી કામગીરી કરવાની તૈયારી બતાવશે ખરી ω જે વા પ્રશ્નો ઉઠ્યા છે. પાલિકાના અધિકારીઓ, શાસકો એ કન્સલ્ટન્ટ વચ્ચે સંકલનના અભાવે વધુ ઉપયોગી એવા પુલ લોલવેલ પુલની મહત્વની સુવિધાનો જ સમાવેશ ન કરી હોવાથી પુલની કામગીરીમાં અડચણ ઊભી થઈ રહી હોવાનું જાણવા મળેલ છે. સંકલનના અભાવે નગરજનોને કરોડો રૂપિયાની લાંબાગાળાની સુવિધા પૂરતા અભ્યાસ વગર જ શરૂ કરી દેતા નગરજનોને સુવિધા મળવામાં વિલંબની શક્યતા છે. ભાજપ શાસકો વિકાસલક્ષી કામોના વિવાદ ઊભો કરવાની પરંપરા ફરી એક વખત જોવા મળી છે.

મીંઢોળા નદી પર પુલની કામગીરી શરૂ થયાના 1 વર્ષ પછી ખબર પડી કે, ફૂટપાથ તો રહી જ ગયું
હવે તંત્ર દ્વારા ભૂલાયેલો ફૂટપાથ લો લેવલ બ્રિજમાં સમાવવાની મથામણ શરૂ કરાઇ
ફેક્ટ ફાઈલ
07 કરોડ અંદાજિત ખર્ચ

108 મીટર પુલની લંબાઈ

18 ફૂટ પહોળાઈ

7.01 મીટર પુલની ઊંચાઈ

8 પિલ્લર

બારડોલી મીંઢોળા નદી પર બની રહેલો લો લેવલ પુલ જેની અડધી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે પુલની ડિઝાઇનમાં રાહદારીઓ માટે ફૂટપાથનો સમાવેશ જ નથી કરાયો

અન્ય બે પુલ બનાવ્યા પછી પણ ડિઝાઈનની ભૂલ ધ્યાનમાં ન આવી
મીંઢોળા નદી પરનો સર્કિટ હઉસની બાજુમાં વર્ષો જૂનો પુલની બંને તરફ બે પુલ બનાવવામાં આવ્યા છે. આ બંને પુલની બાજુમાં પગપાળા અવર જવર કરવા માટે ફૂટપાથ બનાવાયા છે. છતાં રામજીમંદિરની બાજુમાં લો લેવલ પુલમાં કન્સલ્ટન્ટ કે શાસકોને પુલની ડિઝાઈનમાં ફૂટપાથ યાદ ન આવ્યો.

તો રાહદારીઓ માટે મુશ્કેલી થશે
રામજી મંદિરના લો લેવલ પુલ પર ફૂટપાથ બનાવવામાં ન આવે તો પગપાળા પુલ પસાર કરવામાં અકસ્માતનો ભય રહે છે. વધુમાં ટ્રાફિકનું ભારણ પણ વધી શકે. નદી પારના રહીશો નગરમાં આવવા પગપાળાનો વધુ ઉપયોગ કરી શકે છે. જેથી સલામતી માટે ફૂટપાથ પુલ પર બહુ જરૂરી છે.

ફૂટપાથને સમાવવામાં આવશે
મીંઢળા નદીના લો લેવલ પુલની બંને તરફ ફૂટપાથ જરૂરી હોવાથી એન્જિનિયરની સલાહ મુજબ કન્સલ્ટન્ટ સાથે જરૂરી ચર્ચા કરી ફૂટપાથનો સમાવેશ કરવામાં આવશે. ગણેશ ચૌધરી, પ્રમુખ, બારડોલી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...