તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજોદ ગામના ક્રિષ્ણનગરના રહીશો અસહ્ય ગંદકીથી ત્રસ્ત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરના સજોદ ગામમાં આવેલ ક્રિષ્ણનગરના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે સ્થાનીકોએ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અસહ્ય ગંદકી થી ત્રસ્ત રહીશો આજરોજ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી લેખિત આવેદન પત્ર સાથે રજુઆત કરી હતી.

અંકલેશ્વરની તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને અંકલેશ્વરના સજોદ ગામમાં આવેલ ક્રિષ્ણનગર સોસાયટીના સ્થાનીકોએ લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્થાનિક રહીશો એ રજુઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સોસાયટીમાં ગટર લાઈન અને ચેમ્બર દુષિત પાણીથી ભરાય જવાથી દુષિત પાણી ઉભરાય છે જેને પગલે કોમન પ્લોટમાં દુષિત પાણી ફરી વળવાથી મચ્છરોનો ઉપદ્વવ તેમજ ગંદકી સાથે દુર્ગંધનું સામ્રાજ્ય વધ્યું છે.

સ્થાનિક પંચાયતને રજુઆત કરવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા ના હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો ગટરના પાણીને કારણે પીવાની લાઈનમાં પણ ભંગાણ સર્જાયું હોવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય પગલા ભારે તેવી માંગ સ્થાનીકોએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો