બુટલેગરો પર વોચ રાખવાની જવાબદારીમાં નિષ્ફળ રહેનારા 9 પોલીસ કર્મચારીની બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત જલ્લા એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ કર્મચારીઓને લિસ્ટેડ બુટલેગરો પર વોચ રાખવા માટે પોલીસ મહાનિર્દેશકે સૂચના આપી હતી. તાજેતરમાં પલસાણા અને કડોદરા જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બે જગ્યાથી જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. જેથી જે તે વિસ્તારમાં જવાબદારી સોંપવામાં આવી હોવા છતાં પોલીસ કમ4ચારીઓએ બુટલેગરો પર વોચ રાખવામાં નિષ્ફળ રહેતા ફરજમાં બેદરકારી દાખવતાં 9 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે.

પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તાજેતરમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટિરંગ સેલની ટીમે વિદેશી દારૂની 1067 નંગ બોટલ સાથે 66 હજારનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો બારડોલીના નજીક કીકવાડ ગામના પ્રકાશભાઈ ઠાકોરભાઈ ચૌધરીનો હોવાનું ખુલ્યુ હતું. આ લિસ્ટેડ બુટલેગર પર સુરત એસઓજીના હેકો. અવધેશ નારણભાઈ, બારડોલી પોસ્ટેના એએસઆઈ જયદેવ, હેકો અર્જુનભાઈ ધનસુખ, હેકો. ભરતભાઈ ગંગાજી, પોકો જગદીશ રમણભાઈને જવાબદારી સોંપવામાં આવી હતી. આ બુટલેગો પર વોચ રાખી કેસ સંબંધી બાતમી મેળવી કેસ શોધી કાઢવામાં નિષ્ફળ રહ્યા છે. ફરજમાં બદેરકારી નિષ્કાળજી ઉદાસીનતા દાખવી હોય, જેથી પોલીસ મહાનિર્દેશક દ્વારા પાંચે પોલીસ કર્મીને તાત્કાલિક જિલ્લા પોલીસ મથકે બદલી કરવામાં આવી છે. જ્યારે કડોદાર જીાઈડીસી પોલીસ મથકની હદમાં પણ 26700 રૂપિયાનો દારૂ સ્ટેટમોનિટરિંગ સેલે પકડી પાડ્યો હતો. જે દારૂ પલસાણાના વાંકાનેડાનો લિસ્ટેડ બુટલેગર મોહન ઉર્ફે સન્ની કિશોરભાઈનો હોવાનું બહાર આવ્યું હતું. આ બુટલેગર પર વોચ રાખવા સુરત એલસીબીના એએસઆઈ બીપીનભાઈ રત્નાભાઈ, કડોદરા જીઆઈડીસી પોલીસના હેકો. જિતેન્દ્ર હિરજીભાઈ, ચલથાણ બીટના એએસઆઈ જીતેન્દ્ર હિરજીભાઈ, ચલથાણ બીટના એએસઆઈ સુરેશભાઈ ચીમનભાઈ અન પોકો સુરેશભાઈ ધરમશિંગને વોચ રાખવાની જવાબદારી સોંપાવમાં આવી હતી, પરંતુ બુટલેગર અંગે વોચ રાખી બાતમી મેળવી કેશ શોધવા નિષ્ફળ રહ્યા હોય, ફરજમાં બેદરકારી નિષ્કાળજી દાખવતાં ચાર પોલીસ કર્મચરીને સુરત જિલ્લા પોલીસ મુખ્ય મથકે બદલી કરવામાં આવી છે. સુરત જિલ્લામાં 9 પોલીસ કર્મની પોલીસ મહાનિર્દેષક દ્વારા બદલી કરતાં પોલીસ બેડામાં ફફટાડ ફેલાયો છે.