તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયુસેના પર જનતા વારી ગઈ, સોશિયલ મીડિયા પર ભરપૂર વખાણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારે વહેલી સવારે 3.30 વાગ્યાની આસપાસ ભારતીય વાયુસેનાએ પી.ઓ.કે માં 60 કિલોમીટર સુધી ધસી જઇ 12 જેટલા મીરાજ વિમાનથી ભારે તબાહી સર્જાવતા 300 થી વધુ આતંકીઓને ફૂંકી માર્યા હતા. આવા વીરતાપૂર્ણ થયેલા હવાઈ હુમલાને કારણે ભારતીય વાયુ સેનાએ કરોડો ભારતીયોના દિલ જીતી લીધા હતા. ત્યારે વહેલી સવારે જ ભારતીય મીડિયા જગતે વિવિધ ન્યૂઝ ચેનલો પર અભૂતપૂર્વ સરાહના પ્રગટ કરી વીર સેનાની કાર્યદક્ષતાને બિરદાવી હતી.

દિવસભર મીડિયાએ પળે પળની માહિતી લોકો સુધી પહોંચાડી અને સેનાના ઉત્સાહ વધે તેવા મેસેજ અને પ્રયાસો થયા હતા. તેવામાં કીમ પંથક સહિત જિલ્લા વિસ્તારમાં લોકોએ સોસીયલ મીડિયા ઉપર દિવસભર પેટ ભરીને વાયુ સેનાની સરાહના કરી 300 થી વધુ આતંકીઓના ખાત્મો કરી દેનાર સેનાને અભિનંદન વરસાવ્યા હતા. વિવિધ મેસેજો ફોરવર્ડ કરી સમગ્ર દેશમાં એક ખુશીનો અજીબ માહોલ દેખાયો હતો. ‘હાઉ ઇઝ ધ જોશ,યશ સર’ તેમજ દેશભાવના પ્રગટ કરતા સ્લોગનો, પ્રતિભાવો અને વીડિયોની આપ લે કરી હતી, અને સોશિયલ મીડિયા પર યૂઝર્સ મિત્રોએ સેનાની કામગીરીને સર આંખો પર ચઢાવી હતી, અને આતંકીસ્તાનને ક્યારેય ભારત તરફ આંખ ઉઠાવવાની હિંમત ન કરે તેવી હજી કેટલીક કાર્યવાહી કરવા માટે માંગ કરતા જોવા મળ્યા હતા. પાકિસ્તાનનો અત્યાર સુધી ક્યારેય ન થયો હોય તેવો મજાક ભારતીયોએ સોશિયલ મીડિયા પર ઉડાવ્યો હતો. જિલ્લાભરના વોટ્સએપ, ફેસબુક યુઝર્સ દ્વારા દિવસભર સોસીયલ યુદ્ધ રમી પાકિસ્તાનને તેની ઔકાતમાં રહેવા જણાવી કામગીરીથી આનંદ વ્યક્ત કરી આ કામગીરીથી વહેલી સવારે 3.30 વાગ્યે પોતાના બેન્ક ખાતામાં ૧૫ લાખ આવી ગયાના મેસેજ ફરતા કર્યા હતા.‘56 ની છાતીની તાકાત\\\'તો કેટલાકે ‘ટામેટા\\\' તો કેટલાકે આવતીકાલે એક છાપાની હેડલાઈન કેવી પાકિસ્તાનના ફેવરમાં લખાઈને આવશે. તેવી હાસ્યાસ્પદ વાતો કરી હતી. તો બ્રેકિંગ ન્યૂઝ ચાલ્યા કે ‘પાકિસ્તાની સેનાને ઇમરાને આપી ખુલી છૂટ.. કે ભગાઈ ત્યાંથી ભાગી લેજો. તો એકે લખ્યું’ ‘એક હજાર કિલોના વજનના બોમ્બની પુષ્ટિ માટે કેજરીવાલે વજન કાંટા ચિઠ્ઠી માંગી’ હોવાના મેસેજ ફરતા થયા હતા.

આંતકીઓનો સફાઇ કરનારા ભારતીય ફાઇટર પ્લેન જેનો પીછો કરતા પાકિસ્તાની વિમાન.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો