તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંબુસરના ટંકારી ગામમાં ગાંધી જયંતિ ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસર તાલુકાના ટંકારી ગામે પ્રાથમિક શાળામાં ૨૧મી સદીના સ્વપ્નર્દષ્ટા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્ર વિષય ઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ ભેર 17 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જંબુસર ધારાસભ્ય સંજય સોલંકી, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમાલસિંહ રણા,પ્રભુદાસ મકવાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ તેમજ આજુ-બાજુ ગામના સરપંચો, તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.

અંકલેશ્વર બીજેપી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મ જયંતી ઉજવણી કરાઈ
ભારતીય જનતા પાર્ટીના તેમજ ભારતીય જન સંઘના નેતા, ભારતીય વિચારક, સંઘ પ્રચારક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ૧૦૩ મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય કાર્યલાય ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર ભાજપ ના હોદ્દેદરો અને પાલિકા સભ્યો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવન ખાતે જુનિયર જેસીઆઈ વિંગની સ્થાપના કરવામાં આવી
જે.સી.આઈ .અંકલેશ્વર દ્વારા શ્રવણ વિદ્યાભવન ખાતે જુનિયર જે.સી.આઈ વિંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદે મહેક પટેલ ઉપ-પ્રમુખ તરીકે હિમાંશુ પ્રજાપતિ તથા મંત્રી તરીકે હર્ષ સવાણી નિમણૂક કરવામાં આવી હતી. આ સમારંભમાં ઇન્ટરનેશનલ જે.સી.આઈ ઝોન નંબર 8ના પ્રેસિડેન્ટ પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર જેસીઆઈ પ્રમુખ ચિત્રાંગ સાવલિયા જેસી રેટ જાગૃતિ સાવલિયા તથા જસપ્રીત અહલુવાલિયા અને આચાર્ય દિપીકાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા.

નદીમાં તણાઈને મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને સાંસદના હસ્તે સહાય અપાઈ
નર્મદા જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋુતુમાં ભારે વરસાદને લીધે નદીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર દેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામના આટીયા નકટીયા વસાવાના વારસદાર દમણીબેન આટીયા વસાવાને સરકાર દ્વારા સહાય આપવામાં આવી હતી. તાજેતરમાં ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવાએ મૃતકના ઘરે જઇને મુખ્યમંત્રીની રાહત નીધિમાંથી 4 લાખનો ચેક એનાયત કર્યો હતો. આ પ્રસંગે સાંસદની સાથે દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી હિતેશ વસાવા તથા તાલુકા પંચાયતના વહિવટી અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જયંતિની ઉજવણી કરાઈ
નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા અંકલેશ્વર સ્થિત શ્રવણ વિદ્યાભવન અંકલેશ્વર ખાતે ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિન દયાલ ઉપાધ્યાયની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને પંડિતજીના જીવનમાં રાષ્ટ્ર માટે કરેલા સંઘર્ષ તથા અંગ્રેજોના સમયમાં પણ રાષ્ટ્રહિત માટે જે કાર્ય કરવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કિરણ પટેલ દ્વારા જિલ્લા યુવા સંયોજક સુબ્રતો ઘોષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

કાલોલની સુરેલી પ્રાથમિક શાળામાં જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન
કાલોલની સુરેલી પ્રાથમિક શાળામાં તાલીમ ભવન સંતરામપુર અને જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ ગોધરાના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાનું જિલ્લાકક્ષાનુ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કૃતિઓને આમંત્રિત મહાનુભાવો, શિક્ષકગણ તેમજ સરપંચ અને ગ્રામજનો તથા મોટી સંખ્યામાં બાળકોએ નિહાળી હતી. સુરેલી ગામના સરપંચ ચેતનાબેન ઠાકોરે જણાવ્યું હતું કે શાળામાં કાર્યક્રમો થવા જરૂરી છે તેમજ વિદ્યાર્થીઓ સારું ભણતર મેળવે તેવી શુભેચ્છાઓ આપી હતી.

બી.આર.સી. ભવન ખાતે રાલીઝ ઇન્ડિયા લિમિટેડે દિવ્યાંગ બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજી
અંકલેશ્વર બી.આર.સી ભવન ખાતે રાલીઝ ઇન્ડિયા લિમિટેડ દ્વારા દિવ્યાંગ બાળકો માટે ચિત્ર સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના 60 જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો લીધો. સાથે સંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોને પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બી.આર.સી કો.ઓ.આમીનબેન પઠાણના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિરપુર તાલુકાના બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પનું આયોજન
મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ મેહુલ પટેલીયાના અધ્યક્ષ સ્થાને બાર ગામના સહિતના ૪૨ લોકોએ કેમ્પમા રક્તદાન કર્યું હતું આ કેમ્પનુ મુખ્ય આયોજન ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અને બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...