તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીનાં ચણોદમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચણોદ ગામમાં હાલ વેકેશન પહેલાં જ પાણીની બુમરામણ શરૂ થઇ ગઇ છે. ચણોદના બોરિંગમાં પ્રદુષિત પાણી આવી રહ્યું છે. બીજી તરફ જીઆઇડીસી કચેેરી દ્વારા પણ પીવાના પાણીનો પુરવઠો ન પહોંચાતાં લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. હજુ મે માસ આખો બાકી છે. ત્યારે ચણોદ વિસ્તારમાં પાણીની સમસ્યાનાકારણે લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.

વાપી તાલુકાની સૌથી મોટી પંચાયત ગણતા ચણોદ વિસ્તારમાં રહેતાં લોકો બોરિંગ અને જીઆડીસી કચેરી તરફથી અપાતાં પાણી પર નિભર છે, પરંતુ હાલ બોરિંગમાંથી ખરાબ પાણી આવતું હોવાની વ્યાપક ફરિયાદો છે. આ પાણી પિવાલાયક નથી. બી જી તરફ જીઆડીસી કચેરી તરફથી આપવામાં આવતાં પાણી હાલ મળી રહ્યું નથી, પરિણામે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે. પીવાના પાણી માટે લોકોએ ફાંફા મારવા પડે તેવી સ્થિતિ ઉદભવી રહી છે. લોકોમાં ગુસ્સો ચારે તરફ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...