• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Kosamba
  • Kosamba News The President Of Gujarat Talati Mandal Who Has Stopped Soil Erosion Has Been Appointed As Siyalaj Gp Bhumafiya Knocked On The Office 064039

માટી ખનન અટકાવતા ગુજરાત તલાટી મંડળના પ્રમુખને સિયાલજ ગ્રા.પં. કચેરીમાં ઘૂસી ભૂમાફિયાએ તમાચો માર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ તાલુકાના સિયાલજ ગામે બેફામ બનેલા ભૂમાફિયાઓ ગેરકાયદે સિયાલજ ગામના ગૌચરમાંથી વગર પરવાનગીએ માટી ખનન કરને ચોરી કરી રહ્યા હોય. જેથી ગામના તલાટી અને ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મંડળ પ્રમુખ દ્વારા માટી ખનન અટકાવતાં માથા ભારે ભૂમાફિયા ગ્રામ પંચાયત કચેરીએ ધસી આવી તલાટીને ગાળો આપી તલાટીનો કોલર પકડી ચાલુ ફરજ દરમિયાન તલાટીને તમાચો મારી દેતા તલાટી દ્વારા ત્રણ ભૂમાફિયા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

માંગરોળ તાલુકામાં માટીચોર ભૂમાફિયા માટે માટી સોનાની ખાણ જેવી છે. ગામેગામ મોટાપાયે ખાનગી તેમજ સરકારી મિલકતમાં બે રોકટોક વગર પરવાનગીએ સરકારી તિજોરીએ કરોડોનું નુકસાન પહોંચાડી માટી ચોરીનો વેપલો સરકારી અધિકારીના આંખ આડા કાન કરતા ભૂમાફિયા બેફામ બન્યા છે. આવા ભૂમાફિયાને રોકતા સરકારી અધિકારી પર હીચકારો હુમલો કરતાં ખચકાતા નથી. માંગરોળના સિયાલજ ગામના ગૌચર ગામે ગામનાજ સાદીજ મજીદ શેખ ઉર્ફે કાર્ટિંગવાલા, કાલુભાઈ સઈદભાઈ ગુલામભાઈ શેખ, ફરીદભાઈ મજીદભાઈ શેખ ઉર્ફે ગોટીયો દ્વારા ગૌચરમાંથી મોટા પાયે ચોરછુપીથી રાત્રિ દરમિયાન માટી ચોરીનો વેપલો કરતાં હોય. જે અંગે સિયાલજ ગામના તલાટી કમ મંત્ર જે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહમંડળના પ્રમુખ ભરતભાઈ

...અનુસંધાન પાના નં.2

દેવાભાઈ આહિર દ્વારા આ ભૂમાફિયાઓને રોકવામાં આવ્યા હતાં. અને જણાવ્યું હતું કે માટી જોયતી હોય તો કાયદેસરની પરવાનગી લઈ ગૌચરમાંથી માટી કાઢવી જેથી ઉશ્કેરાયેલા માટી ચોર માફિયાઓ સિયાલજ ગામની ગ્રામ પંચાયતમાં ધસી આવ્યા હતાં. ભરતભાઈ આહિર સાથે ગેરવર્તણુક કરી તેમની સાથે ગાળાગાળી કરી સાજીદ શેખ ઉર્ફે કર્ટિંગવાળાએ ભરતભાઈનો કોલર પકડી ચાલુ ફરજ દરમિયાન તેમને તમાચો મારી દીધો હતો. અને આ ત્રણેએ ભેગા મળીને ભરતભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભરતભાઈએ કોસંબા પોલીસ સ્ટેશનમાં આજરોજ ઉપરોક્ત ત્રણે ભૂમાફિયા વિરુદ્ધ સરકારી કામમાં રૂકાવટ કરી સરકારી કર્મચારીને માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર તલાટી

અન્ય સમાચારો પણ છે...