તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેલ્દા- કુકરમુન્ડા માર્ગે નદીના પુલ પર પડેલા ખાડા જોખમી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝર અને કુકરમુન્ડા તાલુકાના વેલ્દા ટાંકી ચાર રસ્તાથી કુકરમુન્ડા તરફ જતા રસ્તા અને તાપી નદીના પુલ પર ઠેરઠેર મોટા ખાડાઓ જવા મળે છે. પુલ પર પડેલા ખાડાઓમાંથી સળિયા બહાર નીકળી આવ્યા છે. સ્થાનિક તંત્રે કોઈ માટી ઘટનાની રાહ જોઈ રહ્યા એવું અહી દેખાય રહ્યું છે. અહીંથી કાયમ અવર જવર કરતા વાહન ચાલોકોને ખુબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો તાત્કાલિક રિપેરિંગ થાય એવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના નિઝર અને કુકરમુન્ડા તાલુકાના વેલ્દા ટાંકી ચાર રસ્તાથી કુકરમુન્ડા તરફ જતા રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. તેમજ તાપી નદીના પુલ પર ઠેરઠેર ખાડાઓ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. પુલ પર પડેલા ખાડાઓમાંથી જીવલેણ સળિયા બહાર નીકળી આવ્યા છે. આ બાહર નીકળેલા જીવલેણ સળિયા વાહન ચાલકો માટે જોખમી સાબિત થઇ શકે છે. તાપી નદીના કાવઠા પુલ પરથી દરરોજ નિઝર, કુકરમુંડા, સાગબરા તેમજ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી અસંખ્યો વાહનો પસાર થતા હોય છે. જ્યારે ઘણા સમયથી આ પુલ પર ઘણી જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા છે. તેમજ કેટલીક જગ્યાએ સળિયા બાહર નિકળી આવતા વાહન ચાલકો જોડે કોઈ દિવસે મોટી દુઘર્ટના સર્જાય શકે છે. કોઈ માસૂમને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવે તેવી સંભાવના અહી જોવા મળી રહી છે. જેથી જવાબદાર તંત્ર સત્વરે આ પુલ પર પડેલા રસ્તા પર ડામરીકરણ કરીને મરામત કરાવે એવી માંગ સ્થાનિકો અને કાયમ અવર જવર કરતાં વાહન ચાલકો કરી રહ્યા છે.

વેલ્દા-કુકરમુંડા માર્ગ પર આવેલા પુલના નીળકી ગયેલા સળિયા અને પડેલા ખાડા.

અન્ય સમાચારો પણ છે...