તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂસ્તરે વીડિયોના સર્વે ચેક કરવાના શરૂ કર્યા આજે ફરિયાદ નોંધવાની શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના વ્યારાના કાકરાપાર ખાતે પસાર થતી તાપી નદીમાં કણઝા, કાળા વ્યારા અને સુરત તરફ બલાલતીર્થ વિસ્તારમાં ગેરકાયદેસર રેતીખાનન અને બાજ નાવડી વડે રેતી ખનનની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેના કારણે રવિવારના રોજ તાપી ભૂસ્તરની ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન અટકાવવું માટે ડ્રોન કેમરો વડે બંને વિવિધ વિસ્તારોનો ડ્રોન કેમેરા વીડિયો ઉતારી લેવાયો છે. અંદાજિત 30 જેટલી બાઝ નાવડી કેમરામાં કેદ થઈ છે. જે પ્રકરણમાં સોમવારે ભૂસ્તર વિભાગ દ્વારા વીડિયોના ફૂટેજ આધારે જે તે લીઝના નામ સરનામાં અને લીઝ મંજૂરી બાબતે ચકસવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. આજરોજ તાપી અને સુરતના પોલીસ મથકોમાં ફરિયાદની શક્યતા છે.

તાપી જિલ્લા ખાતે પસાર થતી તાપી નદી પસાર થઈ છે. જેમાં તાપી જિલ્લા ના વ્યારા તાલુકા અને સુરત ના માંડવી વિસ્તારના કેટલાક ભાગોમાં નદીના કિનારે રેતી માફિયા ઓ દ્વારા નિયમોનું ઉલંઘન કરી રેતી ખનન કરી રહી સરકારને લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી નુકશાન કરી રહયા હતાં. જેના પગલે રવિવારના રોજ તાપી ભૂસ્તર અધિકારી ડી. કે. પટેલ અને ટીમ દ્વારા વ્યારાના કણઝા. કાળા વ્યારા અને માંડવીના વિસ્તારમાં બલાલતીર્થ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જોકે ભૂસ્તરની રેડ જોઈ ભાગી જતા નાવડી ચાલકો આ વખતે ફસાઈ ગયા હતા. ભૂસ્તર વિભાગ દ્વારા ચેકીંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરોનો ઉપયોગ કર્યા હતો. જેમાં ડ્રોન કેમેરામાં અંદાજિત 30 જેટલી બાજ નાવડીઓ કેમેરામાં આવી હતી. સાથે રેતી ભરેલી 10 જેટલી ટ્રકો પણ વીડિયોમાં કેદ થઈ હતી. જોકે તાપી ભૂસ્તર વિભાગ દ્વારા ડ્રોન વીડિયોના રેકોર્ડ લીધો હતા સોમવારના રોજ ભૂસ્તર વિભાગ દ્વારા વીડિયો રેકોર્ડિંગના ફૂટેજ આધારે જે તે જગ્યા અને લીઝ ધારકો ના નામ અને સરનામાની ચકાસણી ચાલુ કરી દેવાઈ હતી. લીઝની માન્યતા સહીત ચકાસણી ચાલુ કરી દેવાઈ હતી. સંભવત: આજરોજ રિપોર્ટના આધારે સુરત અને તાપી જિલ્લામાં જે તે સંબંધિત પોલિસ મથક ફ્રરીયાદ કરશે તાપી જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગની કડક કામગીરીના પગલે તાપી જિલ્લા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

રિપોર્ટ પૂર્ણ થતાં જ ફરિયાદ નોંધાશે
રવિવારના રોજ વ્યારા અને બલાલતીર્થમાં ડ્રોનથી કરેલા વીડિયો શુટિંગના આધારે જેતે લીઝના નામ સરનામા મેળવાના કામગીરી ચાલુ કરી દેવાઈ છે. રિપોર્ટ પૂર્ણ થવાની સાથે જે તે પોલીસ મથકમાં કસૂરવાર સામે ફરિયાદ નોંધાશે. ડી.કે.પટેલ, ભૂસ્તર અધિકારી તાપી

અન્ય સમાચારો પણ છે...