Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાજીપુરામાં બોર્ડની પરિક્ષામાં છબરડા બાબતે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાની શક્યતા
તાપી જિલ્લાના બાજીપુરા ગામે આર.વી.પટેલ હાઈસ્કૂલમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં સ્થળ સંચાલક તથા સુપરવાઈઝરની ગંભીર બેદરકારીને કારણે 15 વિદ્યાર્થીનીઓના ભાવિ અદ્ધરતાલ અટકી પડ્યા છે. આવી ગંભીર બેદરકારી દાખવી વિદ્યાર્થીઓની પુરા વર્ષની મહેનત વ્યર્થ ગઈ છે. આવી પરિસ્થિતિને લઇ સ્થળ સંચાલક અને સુપરવાઈઝરોને પરીક્ષાની કામગીરીથી દૂર કર્યા બાદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાનું આશ્વાસન મળતાં વિદ્યાર્થીઓ, વાલીઓ માટે આશાનું કિરણ દેખાયું છે.
વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલી આર.વી.પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 10 ની પરીક્ષાના વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રશ્નપત્રમાં થયેલી બેદરકારીને કારણે નવા અભ્યાસક્રમની પરીક્ષા આપનારા બ્લોક નંબર 18 માં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નવાને બદલે જૂના અભ્યાસક્રમના પ્રશ્નપત્ર અને બ્લોક નંબર 1 માં એક દિવ્યાંગ વિદ્યાર્થી કે જે રીપીટર હોવા છતાં જેને નવા અભ્યાસક્રમનો પ્રશ્નપત્ર વિતરણ કરી પરીક્ષા આપવાના કિસ્સામાં જે જવાબદારી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાને આવતાં સ્થળ સંચાલક અને સુપરવાઈઝરને પરીક્ષા કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ બોર્ડના અધ્યક્ષ શાહે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા જણાવ્યું છે. આ અંગે નિર્ણય લેવાશે તે અંગે સ્પષ્ટતા થઇ નથી, ફરી પેપર લેવામાં આવશે કે પછી અન્ય વિષયોના ગુણને આધારે માર્ક્સ આપવામાં આવશે. જે તે અધિકારીઓએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા બોર્ડને પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. બાજીપુરા જેવી જ ઘટના નડિયાદ ખાતે એચએસસી ના 18 વિદ્યાર્થીઓ સાથે પણ આવો જ બનાવ બન્યો હતો. જૂના કોર્ષને બદલે નવા કોર્ષના પેપર આપવાનો કિસ્સો બન્યો છે. તાપી જિલ્લાના કલેક્ટર તથા જિલ્લા શિક્ષણ અધિકારીને એનએસયુઆઇએ પરીક્ષા ફરી લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
એનએસયુઆઇએ ભોગ બનેલા છાત્રોની પરીક્ષા ફરી લેવા આવેદન આપ્યું