તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનીકરોડ ગામનાં ચોરી કેસમાં તપાસમાં પોલીસની ઢીલી નીતિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જલાલપોરના નાની કરોડ ગામે ધોળા દિવસે થયેલી ચોરી બાદ ગામમાં ભયનો માહોલ છે. આ ચોરી કરનાર એક જ ટોળકી હોવાની દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસને ગ્રામજનો તરફથી શંકાસ્પદ ઈસમોનું નામ આપ્યું છે જેથી પોલીસે તે તરફ પણ તપાસ હાથ ધરી છે.

જલાલપોરના નાની કરોડ ગામે ધોળા દિવસે 1.81 લાખની મત્તાની ચોરીનો બનાવ બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો દ્વારા કોઈ એક જ ટોળકી દ્વારા આ ચોરીને અંજામ આપ્યાની વાતો વહેતી થઈ છે. જેમાં ગામોમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિની ચહલ પહલ જોઈ છે ત્યારે કેટલાક ઇસમો ભૂતકાળમાં ચોરીની ઘટનામાં સજા પણ કાપી આવેલા હોય તેઓ આજ પંથકના હોવાની વાતો વહેતી થઈ છે. આ બાબતે ગ્રામજનોએ આ ઈસમોના નામ આપ્યા છે પોલીસે પણ એ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે નાની કરોડ ગામે સ્થળ મુલાકાત લઈ રહ્યા છે. સોમવારે ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો સાથે તપાસ હાથ ધરી હતી.

જાણકાર હોવાનું જ ગ્રામજનોનું અનુમાન
આ ઘટનામાં કોઈ જાણકાર વ્યક્તિ જ હોવાનું ગ્રામજનોએ માહિતી આપી છે. તેના તરફ અને કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓ તરફ તપાસ હાથ ધરી છે. ટૂંક સમયમાં આ પંથકમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ જશે. એમ.બી.પટેલ, પીઆઇ, જલાલપોર

અન્ય સમાચારો પણ છે...