તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ મથકનો ઘેરાવો કરનારા સામે પગલાં લેવા રજૂઆત કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલી પોલીસ મથકનો ઘેરાવો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવતા વિવિધ સમાજના આગેવાનોમાં જિલ્લા પોલીસ વડાની આવા તત્વોને છાવરવાની નીતિરીતિ સામે આક્રોશ ચરમસીમાએ ભભૂકી ઉઠ્યો છે. જેને લઇને વિવિધ સમાજના આગેવાનો દ્વારા બે જેટલી બેઠકો યોજી તેમની સામે કાર્યવાહી ન કરવામાં આવે તો જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાનવેરીકલ્લા ગામે ગેરકાયદે રૂઢિગત ગ્રામસભા યોજવાના ગુનામાં એકની ધરપકડ કરતા કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજના પ્રદીપ ગરાસિયા, પૂર્વ પોલીસ અધિકારી અને આગેવાન પ્રભાત પટેલ સહિતના આગેવાનો પોલીસ મથકે બેસી ગયા હતાં. બાદમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં પીઆઇના સમર્થનમાં આવ્યા હતાં. આમ, સતત ચારેક કલાક પોલીસ મથકનો રીતસર બાનમાં લીધું હતું અને આ દરમિયાન એસપી પોલીસ મથકમાં હાજર હોવા છતાં કાર્યવાહી સોમવારની રાત્રે ચાપલ ધરા ગામે રાજપૂત સમાજ દ્વારા બેઠક યોજાતા તેમાં અન્ય સમાજના લોકો પણ જોડાયા હતાં. બાદમાં મંગળવારના રોજ ચીખલી સૌરાષ્ટ્ર સમાજની વાડીમાં પણ વિવિધ સમાજના આગેવાનોએ બેઠક યોજી વિસ્તૃત ચર્ચા કરી રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી.

પોલીસ મથકને ઘેરાવો કરનારમાં લેનારાઓ સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરી છાવરવાની નીતિ રીતી સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો. ચાપલધરા અને ચીખલીની બેઠકમાં આદિવાસી સમાજના અગ્રણી ડો. પંકજ પટેલે જણાવ્યું હતું કે પ્રદીપ ગરાસીયા સમાજને ગેરમાર્ગે દોરી સમાજના નામે પૈસા ઉઘરાવવાનું કામ કરે છે. અનંત પટેલ પોતાના ગામમાં રૂઢિગત ગ્રામસભા કેમ નથી કરાવતો તેવા વેધક પ્રશ્નો કરી તેઓ માત્ર રાજકીય રોટલો શેકી રહેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો