તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાગળની ગડ્ડી આપી રૂપિયા લઈ લેતી ગેંગનો એક સાગરીત પોલીસની પકડમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડોદરા ખાતે બેંકમાં અથવા મની ટ્રાન્સફર કરવા માટેના રૂપિયા જમા કરાવવા આવેલા ગ્રાહકોને વિશ્વાસમાં લઈ ગ્રાહક પાસે રહેલા રૂપિયા પડાવી લેતી એક ગેંગએ કડોદરા ખાતે ગત 8મીના રોજ એક ઈસમ કડોદરા ખાતે મનીટ્રાન્સફરની કરવા આવેલા એક ઇસમના 16000 લઈ રફુચક્કર થઈ ગયા હતા. જોકે, ભોગ બનનાર ઇસમે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તે ચીટર ટોળકીનો એક ઈસમને માત્ર ગણતરીના કલાકોમાં કડોદરાથી ઝડપી પાડ્યો હતો.

કડોદરા જી.આઈ.ડી.સી. મથકના આ.હે.કો.દિપકભાઈ મગરભાઈને બાતમી મળી હતી કે ગત 8મી એપ્રિલના રોજ કડોદરા ખાતેથી જે મનીટ્રાન્સફર કરવા આવેલા ઇસને વાતોમાં ભેળવી એનકેન પ્રકારે 16000 હજાર પડાવી લઈ પલાયન થઈ ગયા હતા. તે ટોળકીનો એક ઈસમ બીજો ગુનો આચરવા માટે કડોદરા આવનાર છે. જે બાતમીના આધારે કડોદરા પોલીસે કડોદરા ઠાકોરજી કોમ્પ્લેક્ષની બહાર વોચ ગોઠવી આયુષ દેવિપ્રસાદ મિશ્રા (20) (રહે. તાંતીથૈયા મૂળ. ઉ.પ્ર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. ...અનુસંધાન પાના નં.2

પકડાયેલ ચીટર

અન્ય સમાચારો પણ છે...