તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરંજવેરીમાં પશુ ભરી ને જતો પિકઅપ પલટી માર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધરમપુરના કરંજવેરી નીચલા ફળીયા રાનકુવાથી કરંજવેરી જતા રોડ ઉપર ગેરકાયદેસર રીતે ત્રણ પશુઓ ભરી મહારાષ્ટ્ર કતલખાને જતો પિકઅપ ટેમ્પો પલટી માર્યો હતો. આ ઘટનામાં ચાલક તથા અન્ય ઈસમ નાશી છૂટ્યા હતા. જ્યારે પશુઓને સાધારણ ઇજા થઇ હતી. ધરમપુરના કરંજવેરી નીચલા ફળીયા રાનકુવાથી કરંજવેરી જતા રોડ ઉપર ત્રણ પશુ ભરી મહારાષ્ટ્ર કતલખાને જતો પિકઅપ ટેમ્પો નંબર MH-12-CT-4046 પલ્ટી ખાધો હતો. આ ઘટનામાં એક બળદ અને બે ગાયોને સાધારણ ઇજા થઇ હતી. જોકે પિકઅપ ટેમ્પો ચાલક અને અન્ય ઈસમ નાશી છૂટયા હતા. આ અંગેની વલસાડ કંટ્રોલથી થયેલી ટેલિફોનિક જાણને પગલે સ્થળ ઉપર પોહચેલી પોલીસે રૂપિયા 16,000 કિંમતની બે ગાય અને રૂપિયા 8000ની કિંમતના બળદને વધુ સેવાચાકરી માટે બીજા ટેમ્પામાં ભરી અજીત સેવા ટ્રસ્ટ, વાપી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. અને રૂપિયા એક લાખની કિંમતના આ પલ્ટી ખાધેલા પિકઅપ ટેમ્પોને કબ્જે કર્યો હતો. આ અંગે પોલીસકર્મી આશિષભાઈ અર્જુનભાઈએ ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો