તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપી જિલ્લાના પેન્શનરોએ હયાતિની ખરાઇ કરાવી લેવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | પેન્શનરોએ મે માસ દરમિયાન ખરાઇ કરાવી લેવી જરૂરી છે. જો કોઇ જૂન અને જુલાઇ માસમાં પણ હયાતિની ખરાઇ કરવામાં નિષ્ફળ જશે તો તેવા પેન્શનરોનું ઓગષ્ટ-૨૦૧૯ના માસથી પેન્શનની રકમનું ચૂકવણું સ્થગિત કરવામાં આવશે. જેની નોંધ લઇ તમામ પેનશનરોએ હયાતિની ખરાઇ સમયમર્યાદામાં કરાવી લેવી. પેન્શનરો જે બેંક મારફત પેન્શન મેળવતા હોય તે બેંકમાં પી.પી.ઓ બુક, બેંક પાસબુક સાથે રૂબરૂ બેંકમાં પહોંચી હયાતિના ફોર્મમાં સહી કરી હયાતિની ખરાઇ કરી પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટ બેંકમાંથી મેળવી લેવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...