તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીના કેમ્પમાં કેન્સર ડિટેકટ થતાં મહિલાને પાંચાલ સમાજ મદદ કરશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારડી શહેરમાં રવિવારે પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટનો ફી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં પારડીની 60 વર્ષિય વૃધ્ધાની ગાયનેક વિભાગે તપાસ કરતાં રિપોર્ટ કરાયા હતાં. રિપોર્ટમાં મહિલાને ગર્ભાશયનું કેન્સર હોવાનું બહાર આવ્યુ હતું. મહિલાને કેન્સર હોવાની જાણ થતાં જ પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ વૃધ્ધ મહિલાની તમામ ખર્ચ સહિતની મદદ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે આ મહિલાને પુરેપુરી મદદ મળી રહેશે. મેડિકલ કેમ્પોના કારણે ગરીબ દર્દીઓને સીધો ફાયદો થઇ રહ્યો છે.

પારડી પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટ અને માનુની મહિલા મંડળ દ્વારા સેવાભાવી તબીબોના સહયોગથી નિઃશુલ્ક રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન ધીરૂભાઈ સત્સંગ હોલમાં કરાયુ હતું. આર્થિક રીતે અસમર્થ લોકો માટે આ કેમ્પનું આયોજન કરાયુ હતું. 1 હજારથી વધુ લોકો આ કેમ્પમાં ઉમટી પડયા હતાં. જેમાં પારડી નાની મસાણી ખાતે રહેતાં શાંતિબેન હળપતિ ઉ.વ. 60એ સ્ત્રી રોગના વલસાડના ડો. માધવી નાયક મિસ્ત્રીએ નિદાન કર્યુ હતું. વૃધ્ધ મહિલાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભાશયનું કેન્સર હોવાનું બહાર આવ્યુ હતું. જેને લઇ હાજર લોકો પણ એક સમયે ચોંકી ગયા હતાં. કેન્સરની જાણ કરાતાં પાંચાલ સમાજ ટ્રસ્ટે આ વૃધ્ધ મહિલાની તમામ સારવાર કરવાની જાહેરાત કરી હતી. જેથી આ મહિલાને પુરોપુરો સહયોગ મળી રહેશે. પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ અરવિંગ સંઘાડિયાએ જણાવ્યું હતું કે કેમ્પમાં રિપોર્ટ દરમિયાન ગર્ભાશયનું કેન્સર હોવાનું બહાર આવ્યુ છે. જેને લઇ સમાજ પુરેપુરી મદદ કરશે. જેની જાહેરાત પ ણ કેમ્પમાં કરી દેવાય છે. આ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય જ ગરીબ દર્દીઓને મેડિકલ સારવાર મળે તેવો હતો. આમ પારડીના ફ્રી મેડિકલ કેમ્પમાં મહિલાના કેન્સર ડિટેકટ થતાં હવે સમાજ સંપૂર્ણ મદદ કરશે. જેથી ગરીબ પરિવારને મોટી રાહત મળી રહેશે.

પારડીમાં ફ્રી મેડિકલ કેમ્પમાં 1 હજારથી વધુ દર્દીઓએ લાભ લીધોપારડી ધીરૂભાઈ સત્સંગહૉલ ખાતે રવિવારના રોજ આર્થિક રીતે અસમર્થ લોકો માટે પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટ અને માનુની મહિલા મંડળ દ્વારા સેવાભાવી ડોક્ટરોના સહયોગથી નિઃશુલ્ક રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ અગાઉ મંડળના સ્વયંમ સેવકોએ પારડી શહેર તેમજ ગામડાંમાં ઘરે ઘરે ફરી વિના મૂલ્યે યોજાતા કેમ્પમાં લાભ લેવા અપીલ કરી હતી જેને પગલે આજરોજ 1હજારથી વધુ દર્દીઓએ આવી લાભ લીધો હતો. આ કેમ્પમાં 10 જેટલા વિવિધ રોગોના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી.આ કેમ્પમાં નગર પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ તેમજ દેવેન શાહ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, રાજન ભટ્ટ, નિલેષ ભંડારી, શરદ દેસાઇ, ડો એમએમ કુરેશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવાના કાર્યને બિરદાવ્યા હતા. જોકે કેમ્પને સફળ બનાવવા પાંચાલ સેવાસમાજ ટ્રસ્ટના અરવિંદભાઈ સંઘાડિયા, પ્રકાશભાઈ, શૈલેષભાઈ,નલિન, ચંદુલાલ, માનસી, હેમા, વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

ભાસ્કર ન્યૂઝ | વાપી

પારડી શહેરમાં રવિવારે પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટનો ફી મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમાં પારડીની 60 વર્ષિય વૃધ્ધાની ગાયનેક વિભાગે તપાસ કરતાં રિપોર્ટ કરાયા હતાં. રિપોર્ટમાં મહિલાને ગર્ભાશયનું કેન્સર હોવાનું બહાર આવ્યુ હતું. મહિલાને કેન્સર હોવાની જાણ થતાં જ પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આ વૃધ્ધ મહિલાની તમામ ખર્ચ સહિતની મદદ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે આ મહિલાને પુરેપુરી મદદ મળી રહેશે. મેડિકલ કેમ્પોના કારણે ગરીબ દર્દીઓને સીધો ફાયદો થઇ રહ્યો છે.

પારડી પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટ અને માનુની મહિલા મંડળ દ્વારા સેવાભાવી તબીબોના સહયોગથી નિઃશુલ્ક રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન ધીરૂભાઈ સત્સંગ હોલમાં કરાયુ હતું. આર્થિક રીતે અસમર્થ લોકો માટે આ કેમ્પનું આયોજન કરાયુ હતું. 1 હજારથી વધુ લોકો આ કેમ્પમાં ઉમટી પડયા હતાં. જેમાં પારડી નાની મસાણી ખાતે રહેતાં શાંતિબેન હળપતિ ઉ.વ. 60એ સ્ત્રી રોગના વલસાડના ડો. માધવી નાયક મિસ્ત્રીએ નિદાન કર્યુ હતું. વૃધ્ધ મહિલાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભાશયનું કેન્સર હોવાનું બહાર આવ્યુ હતું. જેને લઇ હાજર લોકો પણ એક સમયે ચોંકી ગયા હતાં. કેન્સરની જાણ કરાતાં પાંચાલ સમાજ ટ્રસ્ટે આ વૃધ્ધ મહિલાની તમામ સારવાર કરવાની જાહેરાત કરી હતી. જેથી આ મહિલાને પુરોપુરો સહયોગ મળી રહેશે. પાંચાલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ અરવિંગ સંઘાડિયાએ જણાવ્યું હતું કે કેમ્પમાં રિપોર્ટ દરમિયાન ગર્ભાશયનું કેન્સર હોવાનું બહાર આવ્યુ છે. જેને લઇ સમાજ પુરેપુરી મદદ કરશે. જેની જાહેરાત પ ણ કેમ્પમાં કરી દેવાય છે. આ કેમ્પનો મુખ્ય ઉદેશ્ય જ ગરીબ દર્દીઓને મેડિકલ સારવાર મળે તેવો હતો. આમ પારડીના ફ્રી મેડિકલ કેમ્પમાં મહિલાના કેન્સર ડિટેકટ થતાં હવે સમાજ સંપૂર્ણ મદદ કરશે. જેથી ગરીબ પરિવારને મોટી રાહત મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો