તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલિક ઘરને તાળું મારી બજારમાં ગયો ને તસ્કરો હાથફેરો કરી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પલસાણા તાલુકાના ચલથાણ ગામે રહેતા અને મજૂરી કામ કરતા ઈસમના મકાનના દરવાજે વાસેલ તાળું તોડી પ્રવેશેલા ચોર ઈસમોએ અભરાઈ પર લટકાવેલ થેલામાંથી રોકડા 10,450 રૂપિયા કાઢી ભાગી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ અંગે મળેલ વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ દિવ્યા પેલેસ ચલથાણ ખાતે રહેતા શિવશંકરભાઈ વિદેશી શાહની ઉપરોક્ત સ્થળે એકલા જ રહેતા આવ્યા છે અને આસપાસના વિસ્તારમાં કલરકામ અને મજૂરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે. એઓ કલરકામની મજૂરી માંથી મળતા રૂપિયા માંથી બચત કરી ઘરમાં જ રાખી મુકતા હતા અને બાદમાં ભેગા કરેલ નાણાં પોતાના વતનમાં મોકલતા હતા. ગત 2 જી જાન્યુઆરીએ સાંજના સમયે એઓ ઘરના દરવાજે તાળું મારી કામ અર્થે બજાર તરફ ગયા હતા. થોડા જ સમય પછી એઓ પરત આવતા દરવાજાનું તાળું તૂટેલી સ્થિતિમાં જોતા એમને ધ્રાસ્કો લાગ્યો હતો. ઘરમાં પ્રવેશી તપાસ કરતા અભરાઈ પર મુકેલ થેલી માંથી 10,450 ની રોકડ રકમ કોઈક અજાણ્યા ચોર ઈસમો કાઢી ને ભાગી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે શિવશંકરભાઈએ કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...