તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્મશાનથી બાઈક પર પરત આવી રહેલા વૃદ્ધને કારે અડફેટે લેતાં મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ આંબાપારડી માર્ગ પર ઓગણીસા ગામે કાર ચાલકે ઓવરટેક કરવામાં સામેથી આવી રહેલ બાઈક ચાલકને અડફેટે લેતા પાછળની સીટ ઉપર બેઠેલા વૃદ્ધનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું, જ્યારે બાઈક ચાલકને પગે ઈજાઓ થઈ હતી.

આ વાંકલ આંબાપારડી માર્ગ ઉપરથી નજીકના નાંદોલા ગામો એક યુવક(GJ-05CN-1132) વેગનઆર કારમાં શાકભાજી લઈ માંડવીના પરવટ ગામે જઈ રહ્યો હતો. આ સમયે ઓગણિસા ગામ નજીક સ્મશાનમાં અંતિમ સંસ્કાર વિધી પતાવીને પોતાની બાઈક ઉપર આવી રહેલા માંડણ ગામના રાસાભાઈ અને ઓગણિસા ગામના ગનજીભાઈ ભેરજીભાઈ ચૌધરી (70)ને કાર ચાલકે આગળનું વાહન ઓવરટેક કરવામાં અડફેટે લીધા હતાં, જેથી બાઈક ઉપર સવાર બંને વ્યક્તિ રસ્તા પર પછડાયા હતાં. જેમાં ગનજીભાઈ ભેરજીભાઈ ચૌધરી (રહે. ઓગણિસા)ને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે લઈ જવાતા રસ્તામાં મોત થયું હતું, જ્યારે બાઈક ચલાવનાર રાશાભાઈને પગમાં ઈજા થઈ હતી. તેઓ હાલ સારવાર હેઠળ છે. અકસ્માત સર્જાતા કાર પણ રસ્તાની સાઈડે ગટરમાં ઉતરી ગઈ હતી. આ બનાવની જાણ ઓગણિસા ગામના સરપંચ સોમાભાઈ ચૌધરીને થતાં તેઓ ગ્રામજનો સાથે મદદે દોડી આવ્યા તેમજ વાંકલ આઉટ પોસ્ટ પોલીસ ચોકીના પોલીસ કર્મચારી ઘટના સ્થળે આવી વાહનનો કબજો લઈ કાર્યવાહી કરી છે.

ઓગણીસામાં ઓવરટેક કરવા જતાં અકસ્માત

_photocaption_મોટરસાઈકલને અડફેટમાં લીધા બાદ ગટરમાં ઉતરેલી કાર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો