તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન ખેંચાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી સુલભનગરમાં ધોળે દિવસે બે અજાણ્યા પલ્સર બાઈક પર આવેલાં યુવાનોએ એક વૃદ્ધાને સાંઇ સંગ્રીલાનું સરનામું પૂછીને તેના ગળામાંથી 2 સોનાની ચેઇનની તોડીને ભાગી છૂટ્યા હતા. ધોળા દિવસે જ તસ્કરોને પોલીસ ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. આ ઘટનાને લઇ પારડી પોલીસના પીએસઆઇ રાઠોડે સ્થળ પર જઈ સમગ્ર ઘટના અંગેની જાણકારી લીધી હતી. વૃદ્ધા હંસાબેન પ્રવિણચંદ્ર જોશી ઉ.વ. 70 તેમજ તેમના ઘરના સભ્યો જોડે નિવેદન લેતા સુલભનગરમાં સાંઈ શાંગ્રીલા બિલ્ડિંગનું એડ્રેસ પૂછવાના બહાને વૃદ્ધાને ટાર્ગેટ બનાવી હતી. જેને લઇ પોલીસે પારડીમાં નાકાબંધી કરી હતી. તેમજ સીસી કેમેરાના ફૂટેજ પોલીસે મેળવી આ દિશામાં તપાસ હાથ ધરી છે. પારડી પોલીસ દારૂના કેસોને વધારે મહત્વ આપતાં શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યાં છે. પોલીસ ચોરીના બનાવો અટકાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો