તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ECમાં પ્રાધાન્યની સૂચનાથી અંકલેશ્વરની 1200થી વધુ ફાર્મા કંપનીઓને રાહત થશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોરોના ઈફેક્ટ વચ્ચે દવાની અછત ન થાય માટે ઉદ્યોગોને લેવી પડતી ઈ.સી. એટલે એન્વાયર્મેન્ટ ક્લિયરન્સમાં ફાર્માસ્યૂટીકલ્સ, બલ્ક ડ્રગ, તેમજ ઇન્ટર મિડિયેટ બનાવતા ઉદ્યોગો માટે છૂટ આપવામાં આવે. તેમની ઈ.સી.નો ઝડપથી નિકાલ કરવા સંબંધિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સૂચના આપી દેવાઈ છે. સરકારના આદેશથી અંકલેશ્વરની 1200થી વધુ કંપનીઓને રાહત મળશે.

જીઆરમાં સીપીસીબી તેમજ જે તે રાજ્યોના પ્રદૂષણ બોર્ડમાં ફાર્મા અને ઇન્ટર મિડિયેડ બલ્ક ડ્રગ ઉદ્યોગોએ ઈસીને પ્રાથમિકતા આપી તેને વહેલી તકે મંજૂરી મળે તેવા નિર્દેશ આપ્યો છે. ઉદ્યોગોની ઈસીની માટે આવેલી અરજીનો પ્રાથમિક ધોરણે નિકાલ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જેનેરિક દવા માટે વપરાતા રો-મટીરીયલ ઉત્પાદનક ઉદ્યોગોને રાહત મળશે. અન્ય ઉદ્યોગોને પણ ઈ.સી. નો ઝડપથી નિકાલ કરવા અંકલેશ્વરના ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે.

કોરોનાને લઇ દવાઓની અછત ન થાય માટે સરકારની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સૂચના

નિર્ણયનો સત્વરે અમલ થાય તે દિશામાં કાર્યવાહી

નોવેલ કોરોના વાઇરસને લઇ ભારત સરકાર દ્વારા જી.ઓ. પાસ કરવામાં આવ્યો છે. જેમાં ફાર્મા સ્યૂટીકલ્સ ઉદ્યોગોની ઈ.સી. નો ઝડપથી નિકાલ થાય તે દિશામાં તેમજ સરકારના નિર્ણયનો સત્વરે અમલ થાય તે દિશામાં કામગીરી કરાઇ રહી છે.> એ.વી.શાહ, મેમ્બર સેક્રેટરી, GPCB ,ગુજરાત
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો