તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આમચક ગામે નવનિર્મિત હોલનું લોકાર્પણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા તાલુકાના આમચક ગામે સંત રોહિતદાસ ચેરીટેબલ ટ્રસ્ટ આમચક દ્વારા સંચાલિત જીવીબા હોલ લોકાર્પણ અને સ્નેહમિલન સંમેલન યોજાયો હતો જેમા આમચક ગ્રામજનો તેમજ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના આમચક ગામે લાખો રૂપિયાના માતબાર ખર્ચે સંત રોહિતદાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અદ્યતન જીવીબા હોલ બનાવવામાં આવ્યો છે જે હોલનુ લોકાર્પણવિધિ અને સ્નેહમિલન સમારોહ રવિવારના રોજ યોજાયો હતો.

આ કાર્યક્રમમા સમારંભના પ્રમુખ તરીકે દલુભાઈ રઘાભાઈ ચૌહાણ તથા સમારંભના ઉદ્ઘાટક તરીકે આમચકના અને હાલ સુરત ક્રિભકો કંપની હજીરાના જનરલ મેનેજર સુરેન્દ્રભાઈ એમ ચૌહાણ અને હોલના ઉદ્ઘાટક ગં.સ્વ જીવીબેન વલ્લભભાઈ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમા પ્રથમ પુલવામા મા શહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપી શહિદના પરિવારો માટે લોકફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો.

આમચક ગામે બનેલ જીવીબા હોલ. તસવીર-જયદીપસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો