તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંગપુર દૂધ મંડળીના નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલવણ તાલુકાના ગાંગપુર ગામમાં આવેલી દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ. જીલ્લા રજીસ્ટ્રારે જુની બોડી બરખાસ્ત કરતાં વહીવટદારની નિમણૂંક કરી મંડળીનો વહીવટ કરવામાં આવી રહ્યો હતો, તાજેતરમાં નવી વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવતા નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.

ગાંગપુર દુધ ઉત્પાદક સહકારી મંડળી લિ.માં ઘણાં સમયથી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઘણાં સમયથી ગજગ્રાહ સપાટી ઉપર આવ્યો હતો. ગાંગપુર દુધ મંડળીમાં ગત માચૅ મહીના વહીવટદાર તરીકે જયેશભાઇ પટેલને ચાજૅ સોપવામાં આવ્યો હતો. જેમાં મંડળીનો વહીવટ કરવામાં આવી રહ્યો હતો. તાજેતરમાં વહીવટદારના અધ્યક્ષ સ્થાને જનરલ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. ગાંગપુર દુધ ઉત્પાદક સહ. મં.લિ.ના નવા વ્યવસ્થા પક સમિતિના17 સદસ્યો પૈકીના પ્રમુખ તરીકે મેહુલભાઈ બળવંત ભંડારી જ્યારે ઉપપ્રમુખ તરીકે જીતેશભાઈ ભાણા પટેલની નવા પાંચ વર્ષની ટમૅ માટે વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...