તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા ધંતુરીયા ગામે ફોઈની હત્યા કરનાર ભત્રીજો ગણતરીના કલાકોમાં ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાં નવા ધંતુરીયા ગામે ફોઈની હત્યા કરનાર ભત્રીજાને ગણતરીના કલાકોમાં ઝડપી પોલીસે જેલભેગો કર્યો હતો. ફોઈને તેના પુત્રને સમજવાનું કહેતા ફોઈના જવાબથી ઉશ્કેરાઈ ભત્રીજાએ મોડી રાત્રી જઈ હત્યા કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. હત્યા પાછળના કારણ રૂપે પોતાની પત્ની જોડે ફોઈના પુત્રના આડાસંબંધના હોવાની આશંકાએ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું.

અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે રહેતી 41 વર્ષીય વિધવા મહિલા અમીબેન દિલીપભાઈ જાદવનાં સગા ભત્રીજા પ્રવીણ ગોમાનભાઈ વસાવાએ તારીખ 9મીની રાત્રે ફોઈની હત્યા કરી ફરાર થઇ ગયો હતો. જેં અંગે મૃતક અમીબેન વસાવાની પુત્રી રીટા વસાવાએ તાલુકા પોલસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસે પ્રવીણ વસાવાને અંસાર માર્કેટ પાસેથી ઝડપી પાડયો હતો. જેની ઉલટ તપાસ પોલીસે કરતા પોલીસ સમક્ષ સગી ફોઈ અમીબેનનાં પુત્ર કિરણ સાથે પ્રવીણની પત્નીનાં આડાસંબંધ

...અનુસંધાન પાના નં.2

હોવાની શંકા પ્રવીણને હતી. જેના કારણે અગાઉ પણ આ બાબતને લઈને ઝગડા થતા હતા. હત્યા પૂર્વે તે તેની ફોઈને તેમના પુત્રને સમજવાનું કહેવા ગયો હતો. જ્યા ફોઈએ મારા પુત્રને આવવાદે એ તને જોઈ લેશે તેવો જવાબ આપ્યો હતો. જે જવાબથી ઉશ્કેરાયેલા પ્રવીણે મોડી રાત્રી ફરી ફોઈના ઘરે ગયો હતો અને પ્રવીણે ટાયર કાપવાનાં રાંપી વડે સુતેલા ફોઈ અમીબેનનાં ગળાનાં ભાગે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજાના પગલે અમીબેન વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હત્યા કરી તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ અંગે માહિતી આપતા ડી.વાય.એસ.પી એમ.પી ભોજાણીએ જણાવ્યું હતું કે પ્રવીણની પત્ની જોડે તેના ફોઈના દીકરા સાથે આડોસંબધ હોવાનો વહેમ હતો. જેને લઇ ઝગડા થતા હતા. તે હત્યા પૂર્વે ફોઈને સમજવા ગયો હતો. ત્યારબાદ હત્યા કરી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે તેમજ હત્યામાં વપરાયેલ હથિયાર રિકવર કરવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો