તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News The Municipality Allotted 60 Plots For The Fair At The Harsiddhi Temple In Rajpipla 074044

રાજપીપળામાં હરસિદ્ધિ મંદિરે મેળા માટે પાલિકાએ 60 પ્લોટ ફાળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 29 સપ્ટેમ્બરથી 8 મી ઓક્ટોબર દરમિયાન રાજપીપળા હિન્દુ દેવસ્થાન કમીટી હસ્તકના હરસિધ્ધિ માતાના મંદિરે ભવ્ય નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવની ઉજવણીના આગોતરુ આયોજન થકી તંત્ર સજ્જ બન્યું છે. 10 દિવસ અહીં ભરાતા મેળામાં જિલ્લાભરમાંથી લોકો મહાલવા માટે આવે છે. જેથી રાજપીપલા નગરપાલિકાએ ટેન્ડરિંગ પ્રક્રિયા થકી 10 x 10ના 60 જેટલા પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ સાથે 100 થી વધુ છુટ્ટા પથારા વાળા બેસે તો તેમની પાસેથી રોજિંદા ભાડું લેવામાં આવશે. આ તમામ પ્લોટ ધારક વેપારીને વીજ લાઈનો આપવા સાથેની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજપીપળામાં ઉજવાતો નવરાત્રિ મહોત્સવ જિલ્લા તેમજ જિલ્લા બહારનાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. અહીં દિવસ રાત ચાલતા નવરાત્રિ મેળામાં મહાલવા તથા હરસિદ્ધિ માતાના દર્શનાર્થે દૂર દૂરનાં વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. તંત્ર દ્વારા તેના માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પરંતુ વરસાદ ક્યાંકને ક્યાંક વિધ્ન ઊભું કરે તેવી સ્થિતિ વચ્ચે તંત્ર પણ મૂંઝવણમાં છે.

પ્લોટ ફાળવણીની પ્રક્રિયા પાલિકા પ્રમુખ જિગીષા ભટ્ટ, કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, ચીફ ઓફિસર અમિત પંડ્યાના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સાથે લખો ની જનમેદાની આ મેળામાં આવતી હોય જેની સુરક્ષાથી લઇ જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરાલય ખાતે નિવાસી અધિક કલેક્ટર એચ. કે.વ્યાસના અધ્યક્ષપદે બેઠક બોલાવવામાં આવી હતી. હાલ વરસાદનો માહોલ હોવાથી જરૂરી

...અનુસંધાન પાના નં.2

સાફ-સફાઇ અને દવાના છંટકાવ દ્વારા સ્વચ્છતા જાળવણી ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી પીવાના શુધ્ધં પાણી માટે કલોરીનેશન, તબીબી ટુકડીઓ સાથેના આરોગ્ય વિભાગના સ્ટોલ્સ, મેળામાં પ્રસાદ-સાહિત્ય માટે સ્ટોલ્સ, ખાણી-પીણીના સ્ટોલ્સમાં આરોગ્યની જાળવણી, વાજબી ભાવે શુધ્ધ પ્રસાદની વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરીમાં કોઈ કચાસ નહીં રહે તે માટે તંત્રએ જવાબદાર અધિકારીઓને તાકીદ કરી છે.

મેળામાં આવતા લોકો માટે ચોક્કસ સમયગાળા માટે વાહનોના જરૂરી ડાયવર્ઝન, ટ્રાફિક નિયમન, પાર્કિંગ વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં ભક્તો માટે જરૂરી એસ.ટી. બસોની સુવિધા, ચકડોળ વ્યવસ્થા, સ્વયંસેવકોની વ્યવસ્થા સહિત મેળામાં વિવિધ સ્ટોલ્સની વ્યવસ્થા ઉપરાંત આ સ્ટોલ્સ દ્વારા પ્લાસ્ટીકની થેલીઓ વગેરે ઉપયોગમાં ન લેવાય તેની વિશેષ કાળજી અને તકેદારી રાખવા અંગે પણ જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તેના અમલ સંદર્ભે સંબંધિતોને સૂચના અપાઇ હતી.

પોલીસ વિભાગ પણ સુરક્ષા માટે સજ્જ
જિલ્લા બહાર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી લોકોનો અવિરત પ્રવાહ ચાલતો રહે છે. નવરાત્રિનાં 10 દિવસ સુધી જિલ્લા પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોતરાયેલા રહેશે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. મંદિર પરિસરના સી.સી. ટી.વી કેમેરાનું મોનિટરીંગ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજપીપળા નગરપાલિકા દ્વારા હરસિધ્ધિ માતાના મેળા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. પ્રવીણ પટવારી

અન્ય સમાચારો પણ છે...