તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Kim
 • Kim News The Municipal Corporation Has Not Provided Accommodation And Now The Beneficiaries Are Provided For The Shelter Home 024057

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાએ આવાસ તો ન આપ્યાં ને હવે જગ્યા શેલ્ટર હોમ માટે ફાળવાતાં લાભાર્થી અકળાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં સ્થાનિકોને સરકારી આવાસ ફાળવાયા છતાં અપાયા નહીં ત્યાં સરકારી આવાસની ખુલ્લી જગ્યાએ નિરાશ્રિતો માટે આશ્રયસ્થાન બનાવવાનો નિર્ણય લેવાતા વિરોધ ભભૂકી ઉઠ્યો છે. બુધવારે આ વિસ્તારના લોકોનો મોરચો પાલિકા કચેરીએ આવી આશ્રયસ્થાન (યા ભિક્ષુક ભવન) બનાવવા સામે ઉગ્ર વિરોધ કર્યો છે.

નવસારી પાલિકાએ દશેરા ટેકરી વિસ્તારમાં ટી.પી. સ્કીમ-2 ફાઈનલ પ્લોટ 139મા આઈએસએસડીપી સ્કીમ હેઠળ સરકારી આવાસોના 7 એપાર્ટમેન્ટ બનનાર હતા. 4 એપાર્ટમેન્ટ તો બની ગયા પરંતુ બાકીના 3 એપાર્ટમેન્ટ બનાવી શક્યા નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી સ્કીમ શરૂ થતા અગાઉની આઈએસએસડીપીની સ્કીમ બંધ કરાતા આમ બન્યાનું સરકારી સૂત્રો જણાવે છે. જેને લઈને દશેરા ટેકરીના 10થી 12 જણાંને 8 હજારથી વધુ રૂપિયા લઈ સરકારી આવાસ ફાળવી દેવાયા છતાં ઘર અપાયા નથી. જે જગ્યાએ 3 એપાર્ટમેન્ટ બનાવાયા નથી એ ખુલ્લી જગ્યાએ હવે પાલિકા ઘરવિહોણા નિરાશ્રિતો (ભિક્ષુક જેવા) માટે નાઈટ શેલ્ટર (રેનબસેરા) બનાવવાનો નિર્ણય લીધો અને તે બનાવવા ટેન્ડર પણ મંગાતા દશેરા ટેકરી વિસ્તારમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

કોર્પોરેટર પ્રમોદ રાઠોડ, ધવલ દેસાઈ ઉપરાંત પિયુષ ઢીમ્મર, કોંગ્રેસ પ્રમુખ નિરવ નાયકની આગેવાનીમાં લોકોનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો. લોકોએ પાલિકા પ્રમુખ તથા સીઓને તેમના વિસ્તારના લોકોને ઘર ન ફાળવવા બાબતે રજૂઆત કરી હતી.

ઘર ફાળવાયા પણ અપાયા નહીં
અમે આવાસ માટે નાણાં ભર્યા હતા અને ઘર ફાળવણીના પ્રમાણપત્ર અપાયા પરંતુ અન્યને આપી દેવાયા છે. 10થી 12 જણાંની સ્થિતિ આવી છે. અમારે હાલ ખરાબ ઘરમાં રહેવું પડે છે. કમુબેન કુંકણા, રહીશ, દશેરા ટેકરી

ISSDP સ્કીમ બંધ થતા વધુ ઘર ન બનાવાયા
જે યોજનામાં ઘર ફાળવાયા એ સ્કીમ આઈએસએસડીપી બંધ થઈ ગઈ છે. તેથી દશેરા ટેકરીમાં વધુ આવાસ ન બનાવી શકાયા. જોકે જે ઉકત સ્કીમમાં ફાળવાયા તેમને શાંતાદેવી રોડ ઉપર બનેલા સરકારી આવાસ ફાળવી શકીએ છીએ અથવા ભરેલા નાણાં પરત આપી દઈએ. રાજુભાઈ ગુપ્તા, સિટી ઈજનેર, નવસારી પાલિકા

ફાળવણી છતાં સ્થાનિકોને સરકારી ઘર ન અપાયા, તે સ્થળે ‘નાઈટ શેલ્ટર’ બનાવવા સામે મોરચો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો