તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ યુવકોના પૈસા મોજશોખમાં નહીં સેવામાં વપરાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંપ્રત સમયમાં પોતાને આધુનિક ગણતો કેટલોક યુવા વર્ગ વ્યસન અને ફેસનના રવાડે ચઢી રૂપિયાને વેડફતા રહે છે ત્યારે જનસેવા એજ પ્રભુસેવાની ભાવના ધરાવતા યુવાનોની કલ્પના કરવી મુશ્કેલ છે. આ સંજોગોમાં માંડવી નગરના દશેક મિત્રો ભેગા થઈ પોતાના ખર્ચમાં કાપ મૂકી બચાવેલા રૂપિયા જનસેવામાં વાપરી નિજાનંદ મેળવી રહ્યા છે

માંડવી નગરમાં વસતા અલગ-અલગ જ્ઞાતીના દશ યુવાનો ભેગા થઈ બાલાજી ગ્રૂપ નામે સેવાકીય સેવા છેલ્લા પાંચેક વર્ષથી અવિરત પણે ચલાવી ચલાવી રહ્યા છે. આ યુવાનો પોતાના ધંધા, વ્યવસાયની આવકમાથી પોતાના ખીસ્સા ખર્ચની જે રકમ હોય એમાથી મોજશોખ કરતા નથી, બચાવી રાખે છે. અને પંદર દિવસે બચત કરેલા રૂપિયાને ભેગા કરવામાં આવે છે. જ્યાં જરૂર જણાય એવા વિસ્તારને પસંદ કરી આ ગ્રૂપ દ્વારા દર માસની અમાસે નિસ્વાર્થ પણે અંતરિયાળ વિસ્તારની બે ત્રણ શાળાના ગરીબ બાળકોને તિથી ભોજન કરાવે છે, ઉપરાંત આ વિસ્તારના જરૂરિયાતમંદોને ઘાબળા, ગરીબ દર્દીઓને હોસ્પિટલમાં જઇ ફૂટનું વિતરણ કરી મદદરૂપ થાય છે. છેલ્લાં પાંચ વર્ષથી સેવાનું કામ કરતા આવ્યા છે. સેવાના કામમાં નામ આવે એવી પ્રસિધ્ધીથી આ ગૃપ દૂર રહે છે. ખરા અર્થમાં બાલાજી ગૃપના યુવાનો કરી રહ્યા છે.

નિસ્વાર્થ સેવા સાચા અર્થમાં પ્રભુ સેવા
આજ રોજ વડજાખણ પ્રાથમિક શાળાના 250 થી વધુ બાળકોને બાલાજી ગ્રૂપ દ્વારા તિથી ભોજન કરવાયું હતું યુવાનોની ટિમ દ્વારા નામો જાહેર ન કરવાની શરતે કરતી પ્રવૃત્તિ ખુબજ સરાહનીય છે. યુવાનો સાચા અર્થમાં પ્રભુ સેવા કરી રહ્યા છે. ગણપતસિંહ મહિડા, આચાર્ય વડજાખણ પ્રા.શાળા

માંડવીનું બાલાજી ગૃપ દ્વારા બે ત્રણ શાળાના ગરીબ બાળકોને તિથી ભોજન કરાવ્યું.

અન્ય સમાચારો પણ છે...