તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીમાં કોરોના વાયરસનાં સંદર્ભે બુધવારનું બજાર બંધ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી | માંડવી નગરમાં કોરોના વાયરસનાં સંદર્ભે બુધવારે ભરાતા હાટને તથા શાળાઓ, સંસ્થાઓ તેમજ ટ્યુશન ક્લાસિસ બંધ રાખવાનો આદેશ નગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર બજાર ખાલી નજરે પડ્યું હતું. માંડવી નગરનો બુધવારનો હાટ એ સમગ્ર તાલુકામાં પ્રખ્યાત છે. જ્યાં નગર તેમજ આખા તાલુકામાંથી લોકો ખરીદી કરવા આવે છે. તેમજ દૂર દૂરથી વ્યાપારીઓ પોતાની ચીજ વસ્તુઓનો વ્યાપાર કરવા માટે આવે છે. દર બુધવારે માંડવી બજારમાં જાણે માનવ મહેર ઉમટી પડતી હોય છે. પરંતુ વિશ્વભરમાં ફેલાયેલ ઘાતક કોરોના વાયરસની અસર રોકવા તેમજ લોકોને સુરક્ષિત રાખવા માંડવી નગર પાલિકા દ્વારા વધુ માણસો એકત્રિત ન થાય તે માટે બુધવાર નો હાટ બંધ રાખવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...