તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી અને ઉમરગામ એમેઝોન પ્રિમાઇસીસના મેનેજરે માલિકના ફોન ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી અને ઉમરગામ એમેઝોન પ્રિમાઇસીસના મેનેજરે માલિકના ફોન ન ઉપાડતા પિતા-પુત્રએ તેને લાકડાથી માર માર્યો હતો. શાખામાં રૂપિયાની કમી હોવાથી થયેલી બબાલમાં મેનેજર હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વાપી ચણોદ ખાતે શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા અને એમેઝોન પ્રિમાઇસીસમાં વાપી અને ઉમરગામની શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંદિપ સંજય સરતાપેએ રવિવારે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, 9 જાન્યુઆરીએ એમેઝોન પ્રિમાઇસીસમાં ફ્રેન્ચાઇસી એમેઝોનના અધિકારીઓ અમદાવાદથી વાપીની શાખામાં વિઝિટમાં આવ્યા હતા. તે દરમિયાન વાપી અને ઉમરગામ શાખામાં કેશની શોર્ટેજ જણાઇ આવતા તે બાબતે પ્રિમાઇસીસના માલિક કૃષ્ણકાંત દુબેને જાણ કરી શોર્ટેજ પાછળનું કારણ બંને શાખામાં નોકરી કરતા માણસોનો પગાર કેશથી આપવાનું જણાવ્યું હતું. શનિવારે સાંજે માલિકના પુત્ર રિતેશએ ફોન કરી ઓફિસ પર બોલાવતા ફરિયાદી ત્યાં ગયો હતો. જ્યાં પહોંચતા માલિક અને પુત્રએ કેશની શોર્ટેજ બાબતે વાતચીત કરતા પૈસા આપો તો એમેઝોન પ્રિમાઇસીસમાં જમા કરી દઉં કહી ચાર મહિનાનો પગાર પણ બાકી હોય જરૂર હોવાથી માંગણી કરતા માલિકના પુત્ર રિતેશએ સવારથી ફોન કરૂં છું કેમ નથી ઉપાડતો કહી લાકડાથી માર માર્યો હતો. તે દરમિયાન માલિકે પણ ગાડીમાંથી લાકડા લઇ આવી બંને માર મારતા અન્ય સ્ટાફે વચ્ચે પડી તેને બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો