તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં મહાબલી સંકટ મોચન હનુમાન મંદિરનો પાટોત્સવ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી ટાઉન મુખ્ય બજાર રોડ પર આવેલ ગાંધી માર્કેટ પાછળ નવનિર્મિત મહાબલી સંકટમોચન હનુમાન મંદિરનો સોમવારે શાસ્રોક્ત વિધી સાથે પ્રથમ પાટોત્સવ ઉજવાયો હતો.એક વર્ષ પહેલા સ્થાનિક રહીશો,વેપારીઓ,દુકાનદારો અને દાતાઓના સહકારથી માર્કેટ પાછળ આવેલા પૌરાણીક કૂવાને લાગી ભવ્ય મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. સોમવારે આ મંદિરનો પ્રથમ પાટોત્સવ આચાર્ય રજનીભાઇ જોષી અને સાથી કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વિધીવિધાન સાથે ઉજવાયો હતો.મહાયજ્ઞ, આરતી બાદ કાશ્મીરના પુલાવામા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાપ્રસાદનો લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો