લાયન્સ ડિસ્ટ્રિકટ ગવર્નરે ગણદેવી અને અમલસાડ કલબની મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી : લાયન્સ ડિસ્ટ્રિકટ 3232-એફ-2ના ડિસ્ટ્રિકટ ગવર્નર સંજીવ કેસરવાનીએ ગણદેવી અને અમલસાડ લાયન્સ કલબોની સત્તાવાર મુલાકાત લઈ તેનોવહીવટ, હિસાબો તપાસ અને સેવાકાર્યોની સ્થળ મુલાકાત લેતા આનંદ વ્યક્ત કર્યો હતો. ગણદેવી અનાવિલ વાડીમાં ગવર્નરના માનમાં યોજાયેલા સન્માન સમારોહમાં ગવર્નર સંજીવ કેસરવાનીએ સેવાકાર્યોને બિરદાવતા બંને કલબોને બિરદાવી હતી અને વિવિધ પીન અને એવોર્ડથી નવાજ્યા હતા. ગણદેવી કલબના પ્રમુખ મીનાબેન દેસાઈને ખાસ એવોર્ડથી બિરદાવી નવાજ્યા હતા. જ્યારે ડિસ્ટ્રિકટ ચેરમેનને પણ સન્માનિત કરાયા હતા. અમલસાડ લાયન્સ કલબના પ્રમુખ આશિષ મહેતાએ પ્રારંભે સૌને આવકાર્યા હતા. ગોપાળભાઈ ગોહિલે ગવર્નરનો પરિચય આપ્યો હતો. કલબ સેક્રેટરીઓએ હેવાલો રજૂ કર્યા હતા. કલબના ડો. બાલમુકુંદ ત્રિવેદી, મહેન્દ્ર ગાંધી, જયંતિભાઈ ચોકસી, ચંદ્રકાંત કાપડિયા, દિપકભાઈ શાહ, શૈલેષભાઈ શાહ, ચંપકભાઈ માલી, કિશોરભાઈ પટેલ, સુનિલભાઈ પ્રજાપતિ વગેરેને પણ પીન આપી નવાજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...