આગેવાને સ્વખર્ચે પોસ્ટના મકાનનું નિર્માણ કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલધરામાં 26 વર્ષથી દાતાના સહયોગથી ગામની મુખ્ય શાળાના કેમ્પસમાં પોસ્ટઓફિસ કાર્યરત હતી. મકાન જર્જરિત બનતા બિનઉપયોગી થયું હતું. મકાન જર્જરિત બનતા લોકોની સુવિધા માટે ગામના શૈલેષ પટેલે રૂ. 2.50 લાખના સ્વખર્ચે નવા મકાનનું સુવિધા ઉભી કરી છે.

સોલધરામાં 3600થી વધુ લોકો વસવાટ કરે છે. ટપાલની સુવિધા માટે 26 વર્ષથી પ્રાથમિક શાળા કેમ્પસમાં મકાનમાં પોસ્ટઓફિસ કાર્યરત હતી. મકાન જર્જરિત બનતા બિનઉપયોગી થયું હતું. દરમિયાન પોસ્ટઓફિસ માટે નવા મકાનની જરૂરિયાત હોય અને મકાનના અભાવે કર્મચારીઓ અને કામકાજ અર્થે આવતા લોકોને મુશ્કેલી પડી રહી હતી. નવા મકાન માટે સરકારી ગ્રાંટની રાહ જોયા વિના શૈલેષભાઈ ઉંકાભાઈ પટેલે પોસ્ટઓફિસના મકાન માટે બીડુ ઉઠાવી લીધુ હતું અને કોઈની પણ મદદ વિના કુંભારવાડમાં 250 ચો.ફૂટનું રૂ. 2.50 લાખના સ્વખર્ચે નવા મકાનનું નિર્માણ કરાવ્યું છે. એસ.યુ. પટેલ અનેકવિદ્ય સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને હાલ સમરોલી બેઠક પરથી જિલ્લા પંચાયતના સભ્ય છે. જોકે સોલધરા ગામ તેમના મત વિસ્તારમાં આવતું નથી. વધુમાં અખાત્રીજથી નવા મકાનમાં કચેરીનું કામકાજ શરૂ કરાવી દીધુ હતું.

સોલધરા ગામે પોસ્ટઓફિસનું નવું અદ્યતન મકાન અને શૈલેષ પટેલ.

અન્ય સમાચારો પણ છે...