તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આછોદથી બુવા જવાના રોડ પર ગરનાળાનું કામ અધરૂ છોડી દેવાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આમોદ તાલુકાના આછોદથી બુવા જવાના રોડ ઉપર નાળાનું અધૂરું કામ છોડી દેવાના લઈને વાહન ચાલકો માટેકોઈ પણ જાત નું સાઇન બોર્ડ મારવામાં ન આવેલ ના હોવાના લઈને વાહન ચાલક 6 ફૂટ ઊંડા ખાડામાં પડીને મોતના મુખમાં ધકેલાઇ તેવી ભિતિ સેવાઇ રહી છે.

આછોદથી બુવા જવા માટે પાકો રોડ બની જવા પામેલ હોય પણ આ રોડ વચ્ચે નાળુ બનાવવાં માટે 6 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવેલો છે.જેથી નાળા નજીક ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

એક મહિનાથી નાળાની કામગીરી અધુરી મુકી દેવાઇ છે જેના કારણે વાહનચાલકો નાળામાં ખાબકે તેવો ભય સેવાઇ રહયો છે. વાહન ચાલકોને ચેતવણી આપતાં બોર્ડ પણ મુકવામાં આવ્યાં નથી. રાત્રિના સમયે વાહન ચાલકો પોતાના ઘરે જવાની ઉતાવળમાં નાળા માટે બનાવેલ 6 ફૂટ ઊંડા ખાડામાં પડીને જીવ ગુમાવી શકે છે.

નાળું બનાવવા માટે ભુંગળાઓ પણ આવી ગયાં છે છતાં કોન્ટ્રાકટર કામગીરીમાં વિલંબ કરી રહયો હોવાથી લોકોમાં રોષ ફેલાયેલો છે. મોટો અકસ્માત થાય તે પહેલા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો